તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાનો હુકમ:ચેક રિટર્ન કેસમાં હિંમતનગર કોર્ટે બે શખ્સોને 6 - 6 માસની સજા ફટકારી

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેઘરજના ધરોલા અને ધનસુરાના રમોસના શખ્સે લોન લીધી હતી

હિંમતનગરની રાજશ્રી ફાયનાન્સમાંથી બે શખ્સોએ અલગ અલગ લીધેલ લોનની બાકી રકમનો ચેક આપેલ હતો. જે અપૂરતા ભંડોળના શેરા સાથે પરત આવતા હિંમતનગર કાર્ટમાં કેસ ચાલી જતાં બંને આરોપીઓને કોર્ટે 6 - 6 માસની સજાનો હુકમ કર્યો હતો.

હિંમતનગરાની રાજશ્રી ફાયનાન્સમાંથી ભરતભાઇ માલાભાઇ તરાર (રહે. બક્ષીફળીયુ, ધરોલા, તા. મેઘરજ જિ. અરવલ્લી) અને આશીફ ભીખાભાઇ ઘાંચી (રહે. રમોસ તા. ધનસુરા) બંને એ વાહનની લોન લીધેલ હતી. જેમાં ભરતભાઇ માલાભાઇ તરારે લોનની બાકી રકમનો રૂ. 30,945 નો ચેક આપ્યો હતો અને આશીફ ભીખાભાઇ ઘાંચીએ લોનની બાકી રકમનો રૂ.25,865 નો ચેક આપ્યો હતો.

જે બંને ચેક અપૂરતા ભંડોળને કારણે પરત આવતા રાજશ્રી ફાયનાન્સે નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ બંને સામે ફરિયાદ નોંધાવતા મે.ત્રીજા અડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ એન.એ.બ્રહ્મભટ્ટની કોર્ટમાં કેસ ચાલી જતાં ફરિયાદીના એડવોકેટ જી.કે. ભાવસારની દલીલોને ધ્યાને લઇ નામદાર કોર્ટે ભરતભાઇ માલાભાઇ તરાર અને આશીફ ભીખાભાઇ ઘાંચીને છ - છ માસની કેદની સજા તેમજ ચેકની રકમના રૂપિયાનુ વળતર ચૂકવવા અને વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો