તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:તલોદના અણીયોડમાં અદાવતને લઇ દૂધ મંડળીના સેક્રેટરીને માર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે જણાં લાકડીઓ લઇ સેક્રેટરી પર તૂટી પડ્યા

તલોદના અણીયોડમાં જૂની અદાવતને લઈ બે શખ્સોએ દૂધ મંડળીના સેક્રેટરીને મારમારતાં તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા. 27-08-21ના રોજ બપોરે બારેક વાગ્યાના સુમારે અણીયોડના દૂધ મંડળીના સેક્રેટરી ભીખુસિંહ પરબતસિંહ ઝાલા ગામની દુકાન આગળ ઉભા હતા. તે દરમિયાન લાલસિંહ જાલમસિંહ ઝાલા અને ગોપાલસિંહ કલ્યાણસિંહ ઝાલા બોલાચાલી કરવા લાગ્યા હતા પરંતુ ઝઘડાની જૂની અદાવત ચાલતી હોઇ ભીખુસિંહ ઝાલા મોટો ઝઘડો ન થાય તે હેતુસર જતા રહ્યા હતા.

થોડા સમય પછી ગામના પહાડિયા વાસ તરફ જતા હતા. તે દરમિયાન બન્ને શખ્સો ફરીથી આવી પહોંચ્યા હતા અને ઝઘડો કરી લાકડી મારતા ભીખુસિંહે બૂમાબૂમ કરતાં મહોલ્લાના માણસો દોડી આવતા બંને જણા ધમકીઓ આપતા જતા રહ્યા હતા. અદાવત બાબતે ફરિયાદમાં સ્પષ્ટતા કરી છે કે અણીયોડ ગામમાં અગાઉ હત્યા થઈ હતી અને કેટલાકને ઈજાઓ થઈ હતી. ઈજા પામનારાઓને બચાવવા ભીખુસિંહે 108 બોલાવી હતી જેમાં સમા પક્ષે લાલસિંહ જાલમસિંહના કુટુંબીજનો હતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...