ભાવઘટ્યા:દિવાળી બાદ 3 સપ્તાહમાં શાકભાજીના ભાવ 30%થી વધુ ઘટ્યા

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવાળી બાદ 3 સપ્તાહમાં શાકભાજીના ભાવમાં ઘટાડો - Divya Bhaskar
દિવાળી બાદ 3 સપ્તાહમાં શાકભાજીના ભાવમાં ઘટાડો
  • ગૃહિણીઓને રાહત, હોલસેલ ભાવની સરખામણીમાં હજુ પણ છૂટક ભાવ ઊંચા

દિવાળી બાદ છેલ્લા ત્રણ સપ્તાહમાં શાકભાજીની આવક વધતાં સરેરાશ 30 ટકાનો ઘટાડો થતાં ઊંચા ભાવથી ત્રસ્ત ગૃહિણીઓને આંશિક રાહત મળી છે જોકે, હોલસેલ ભાવની સરખામણીએ હજુ પણ છૂટક ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે અને વત્તા ઓછા અંશે હોલસેલ ભાવની સરખામણીએ વધુ ભાવ વસુલાય છે. દિવાળી અગાઉ બે - ત્રણ મહિના દરમિયાન વરસાદ, ઓછી આવક, નહીંવત વરસાદ વગેરે કારણોને લઇ શાકભાજીના ભાવ સતત ઉંચકાયેલા રહેતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા.

તેમાંયે દિવાળીના તહેવારો દરમિયાન શાકભાજીના ભાવ રૂ.80 થી 150 પ્રતિકિલો સુધી પહોંચતાં આકરી કસોટી થઇ હતી પરંતુ દિવાળી બાદ લાભ પાંચમ થી માર્કેટ ખૂલતાની સાથે શાકભાજીનો ભરાવો થવો શરૂ થયો હતો અને હોલસેલ ભાવ ક્રમશ: નીચે ઉતરતા ત્રણ સપ્તાહને અંતે મોટાભાગના શાકભાજી રૂ. 100 થી રૂ. 500 પ્રતિમણના હોલસેલ ભાવે ખરીદી થઇ રહી છે.

જેનુ છૂટક બજારમાં રૂ. 20 થી માંડી રૂ. 80 પ્રતિકિલો ના ભાવે વેચાણ થઇ રહ્યુ છે. દિવાળીના સમયગાળામાં રૂ.40 થી રૂ. 140 પ્રતિકિલોના છૂટક ભાવે મળતા શાકભાજીમાં 30 ટકાથી વધુનો ઘટાડો થતા ગૃહીણીઓને આંશિક રાહત મળી છે જોકે હોલસેલ ભાવ અને છૂટકભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

શાકભાજીના ભાવ (કિલો)

લીલીડુંગળી50
લીલુલસણ80
લીલીહળદર40
ધાણા40
લીંબુ40
વાલોર30
હવાની ભાજી20
મેંથીની ભાજી20
મૂળા20
પાલક20
દૂધી20
આદુ40
ગાજર40
શક્કરીયા50
બીટ40
રીંગણ20
ચોળા40
કારેલા60
ગીલોડી40-50
શીમલા મરચા60
ગલકા20
ગવાર60
ટામેટા60
તુવર40
કોબીજ30
ફુલાવર20
અન્ય સમાચારો પણ છે...