તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:તાજપુર ગામમાં ભાડાના પૈસા માંગતા લાકડી મારતાં પિતા નમી જતાં પુત્રીને વાગતાં બેભાન, પૈસા દિવાળી પહેલા આપવાનું કહેતા ઉશ્કેરાઇ જઇ હિચકારો હુમલો કર્યો

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રાંતિજના તાજપુરમાં શખ્સે ભાડાના તથા માલના પૈસા માંગતા વ્યક્તિને અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇ લાકડી મારતાં તે નમી જતાં તેની નાની દિકરીને કપાળના ભાગે વાગતાં બેભાન થઇ જતાં સારવાર અર્થે ખસેડી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાજપુર ગામના વિષ્ણુસિંહ કાળુસિંહ મકવાણા તા. 12-11-20 ના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે તેમની દિકરીને લઇને ગામમાં ગયા હતા. જ્યાં કાન્તિજી ગાંડાજી રાઠોડ આવતા તેમને કહ્યુ હતું કે તમારા ભત્રીજા શૈલેષજી ગાભાજી રાઠોડ પાસે માલના તથા ભાડાના પૈસા બાકી છે જે અપાવી દો જેથી કાન્તીજીએ શૈલેષજીને ફોન કરી બોલાવતા તે લાકડી લઇને આવ્યો હતો.

અને કહ્યુ હતુ કે પૈસા દિવાળી પછી આપીશ જેથી વિષ્ણુસિંહે તેને દિવાળી પહેલા પૈસા આપવા જણાવતા ઉશ્કેરાઇ ગયો હતો અપશબ્દો બોલવા લાગ્યો હતો અને તેનુ ઉપરાણું લઇને કાન્તિજી પણ અપશબ્દો બોલવા લાગ્યો હતો તે દરમિયાન શૈલેષજીએ હાથમાની લાકડી મારતાં વિષ્ણુસિંહ નીચે નમી જતા તેમની દિકરીને વાગી હતી જે બેભાન થઇ જતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને સારવાર અર્થે ખસેડતા માથાના ભાગે ફ્રેક્ચર થયુ હોવાનું ડોક્ટરે જણાવ્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો