કોરોના અપડેટ:સાબરકાંઠા માં કેસ ઘટ્યા 24 કેસ, 140 ને રજા અપાઈ

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 મોત, જિલ્લામાં કુલ 894 એક્ટિવ કેસ

સાબરકાંઠામાં કોરોના સંક્રમણ ઘટ્યું છે અને દિન પ્રતિદિન પોઝિટિવ કેસના આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે જેમાં મંગળવારે માત્ર 24 કેસ નોંધાયા હતા સામે 140 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી. વધુ એક દર્દીનું મોત થયું હતું અને જિલ્લામાં 139 શહેરી 755 ગ્રામ્ય મળી કુલ 894 એક્ટિવ કેસ છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે નોંધાયેલ 24 પોઝિટિવ કેસ માંથી હિંમતનગરમાં 10, ઇડરમાં 07, તલોદમાં 05 અને વડાલીમાં 02 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમાં 18 પુરુષ અને 06 મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...