ચૂંટણી:સાબરકાંઠામાં તલોદમાં સૌથી વધુ 79.89% મતદાન, અરવલ્લીમાં માલપુરમાં સૌથી વધુ 77.74% મતદાન

હિંમતનગર, મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજના આરસોડામાં 98 વર્ષના રતનબેન કુકાભાઈ ભરવાડે વ્હીલચેરમાં આવી મતદાન કર્યું હતું - Divya Bhaskar
પ્રાંતિજના આરસોડામાં 98 વર્ષના રતનબેન કુકાભાઈ ભરવાડે વ્હીલચેરમાં આવી મતદાન કર્યું હતું

19 ડિસેમ્બર રવિવારે સાબરકાંઠાની 228 પંચાયતની સામાન્ય અને 3 પંચાયતની પેટા ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. આ વખતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાયા બાદ કેટલાક વિસ્તારોમાં મતદારોએ એમને એમ જ સિક્કા મારી બેલેટ પેપર બેલેટ બોક્સમાં નાખી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને બેલેટથી મતદાન માટે પણ સમય વધુ લાગ્યો હતો મોડી સાંજે મતદાન પૂર્ણ થતાં 873 સરપંચના ઉમેદવાર અને 2298 સભ્યના ઉમેદવારના ભાવિ બેલેટ બોક્સમાં સીલ થયા હતા. પંચાયતની સામાન્ય ચૂંટણીમાં એકંદરે 75 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

અરવલ્લી જિલ્લા પંચાયતની 193 પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 5:00 વાગ્યા સુધીમાં 70.81 ટકા મતદાન થયું હતું. ઉપરોક્ત પંચાયતોમાં 434065 સ્ત્રી પુરુષ મતદારો પૈકી 307383 મતદાન કર્યું હોવાનું નોંધાયું હતું. જિલ્લાની 188 પંચાયતોમાં સામાન્ય તેમજ 4 પંચાયતોમાં પેટા ચૂંટણી અને બાયડના ચોઈલાની ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી.

જિલ્લામાં સૌથી વધુ માલપુર તાલુકામાં 77.74 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું હતું. તદુપરાંત ચાર પંચાયતોની યોજાયેલી પેટાચૂંટણીમાં માલપુર તાલુકાની 1 પંચાયતમાં સૌથી વધુ 88.00 ટકા મતદાન થયું હતું. જિલ્લામાં ઉપરોક્ત ગ્રામ પંચાયતોના કુલ 156705 પુરુષ અને 150678 સ્ત્રી મતદારોએ મતદાન કરતા કુલ 307383 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 70.81 ટકા મતદાન થયું હતું.

સા.કાં.માં599 મતદાન મથકો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આરોગ્યના કર્મીઓ પણ ચૂંટણી પછી કોરોના સંક્રમણ ફેલાય નહીં તેની તકેદારી રાખવા ફરજ પર હતા કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદાન માટે ઉમળકો જોવા મળ્યો હતો અને પ્રથમ બે કલાકમાં તલોદ પ્રાંતિજ ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં 7 થી 9 ટકા મતદાન થયું હતું.

જ્યારે હિંમતનગરમાં પ્રથમ બે કલાકમાં માત્ર 1.80 ટકા મતદાન થયું હતું પરંતુ ત્યારબાદ મતદાનમાં તેજી આવી હતી અને મહિલાઓએ પણ આગળ વધીને મતદાન કર્યું હતું ચૂંટણી વિભાગનું માનીએ તો દર બે કલાકે સરેરાશ 16 થી 18 ટકા મતદાન થયું હતું સાંજે મતદાનનો સમય પૂરો થતાં કેટલાક મતદાન મથકો પર સમય લંબાવવો પડ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાની ચૂંટણીની સંપૂર્ણ વિગત

તાલુકોપંચાયતસમરસકુલમતમતદાનટકાવારી
હિંમતનગર66412359772.5
ઇડર721210619872.07
વડાલી2623183977.79
ખેડબ્રહ્મા1513053371.81
વિજયનગર2304820055.32
પોશીના803252865.75
પ્રાંતિજ2714065975.54
તલોદ2333317879.89

હિંમતનગરના કાંકણોલમાં બોગસ વોટિંગના આક્ષેપ સાથે હોબાળો
કાંકણોલ પંચાયત ચૂંટણી દરમિયાન બુથ નંબર -8માં 11 વાગ્યાના સુમારે પોલિંગ એજન્ટે વાંધો લેવા છતાં બોગસ વોટિંગ કરી એક શખ્સ જતો રહેતા ભારે હોબાળો થયો હતો. બોગસ વોટિંગ મામલે હરેશભાઈ પ્રજાપતિએ સ્થાનિક ચૂંટણી અધિકારીને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં કલેક્ટરને ટેલિફોનિક ફરિયાદ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે કેવલભાઈ પોપટભાઈ પટેલ હાજર ન હોવા છતાં તેનું મતદાન કરી દેવાયું છે.

મિનિ ઇન્ડિયા વીરપુર ગામમાં એક જ બોડી ચોથી વખત ચૂંટણી લડે છે
વિરપુર ગામના મહોલ્લાઓને દેશના રાજ્યોના નામ આપી મિનિ ઈન્ડિયા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરનાર વિરપુરમાં ગત ચૂંટણીમાં 85 ટકાથી વધુ મતદાન થયું હતું અને વખતે પણ મતદારોમાં ઉત્સાહ છે ફરી વખત સરપંચની ચૂંટણી લડી રહેલ ફારૂકભાઈએ જણાવ્યું કે ચોથી વખત પંચાયતની એક જ બોડી ચૂંટણી લડી રહી છે. અનામત બેઠક પ્રમાણે એકાદ સભ્ય બદલાય છે ગ્રામજનોને પંચાયતના વહીવટ પર વિશ્વાસ હોવાનું તેમણે ઉમેર્યું હતું

અન્ય સમાચારો પણ છે...