તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાબરકાંઠામાં ખાતર, બિયારણ, દવાના લેવાયેલા 27 સેમ્પલમાંથી 11 ફેલ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 દિવસ અગાઉ સેમ્પલ લેવાયા હતા, ખાતરના 4, જંતુનાશક દવાના 5 અને બિયારણના 2 સેમ્પલ મીસ બ્રાન્ડેડ થયા

સાબરકાંઠામાં 20 દિવસ અગાઉ ખેતીવાડી વિભાગના ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા લેવાયેલ 27 સેમ્પલ પૈકી 11 સેમ્પલ અમાન્ય હોવાનો રિપોર્ટ આવતાં ખેતીવાડી નિયામક કચેરી દ્વારા 6 વેપારીઓને પરવાના સ્થગિત કરવા નોટિસ આપી કોર્ટ રાહે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ છે. ઇડરના એક વેપારીના 5 સેમ્પલ મીસ બ્રાન્ડેડ થતાં ખળભળાટ મચી ગયો છે.

જિલ્લામાં ગત તા. 10 જૂનથી ત્રણ દિવસ દરમિયાન અરવલ્લી ખેતી નિયામકની ટીમો દ્વારા બિયારણ, ખાતર, જંતુનાશક દવાની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરી હિંમતનગરમાંથી 5, ઇડરમાંથી 8, વડાલીમાંથી 6, પ્રાંતિજ/તલોદમાંથી 4 અને ખેડબ્રહ્મામાંથી 4 મળી 27 શંકાસ્પદ સેમ્પલ લઇ 9.23 લાખનું બિયારણ, રૂ. 10.11 લાખની જંતુનાશક દવાઓ તથા 69 હજારના ખાતરનો જથ્થો સીઝ કરાયો હતો તથા રેકોર્ડ મેન્ટેન ન કરનાર 21 વેપારીઓને નોટિસ અપાઇ હતી.નાયબ ખેતીવાડી નિયામક હર્ષદભાઇ પટેલે વિગત આપતાં જણાવ્યું કે 27 સેમ્પલ પૈકી 11 સેમ્પલ અમાન્ય હોવાનો રિપોર્ટ આવ્યો છે.

ઇડરના એક જ વેપારીના 5 સેમ્પલ મીસ બ્રાન્ડેડ, હિંમતનગર, વડાલીમાં પણ રેડ

  • ઇડરની રિલાયન્સ એગ્રો નામની પેઢીના કુલ 5 સેમ્પલ અમાન્ય ઠર્યા છે. જૈવિક જંતુનાશક દવાના 3 સેમ્પલમાં કેમિકલનું પ્રમાણ જોવા મળ્યું હતું. બિયારણ બે સેમ્પલના ટેસ્ટમાં બી.ટી. પોઝિટિવ આવ્યું હતું. વડાલીની મારૂતિ એગ્રો સેન્ટરના જંતુનાશક દવાના બે સેમ્પલમાં પણ કેમિકલ મળ્યું હતું. જૈવિક દવાઓમાંથી ઇમા મેકટીન બેન્ઝોઇડ અને એમા મેકટીન બે કેમિકલ મળ્યા હતા. જે અમાન્ય છે.
  • હિંમતનગરની સાગર એગ્રો, વડાલીની પ્રેરણા એગ્રોટેક, પ્રાંતિજની શિવશક્તિ ટ્રેડીંગ અને ઇડરની સનસીડ્સમાંથી ખાતરના નમૂના લેવાતા કન્ટેન્ટ પ્રમાણે ટકાવારી જળવાતી ન હોવાથી બિનપ્રમાણિત ઠર્યા હતા. ખાતરના 5 પૈકી 4 સેમ્પલ, દવાના 15 પૈકી 5 અને બિયારણના 7 પૈકી 2 બિનપ્રમાણિતનો રિપોર્ટ આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...