તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:સાબરકાંઠામાં 18 થી 44 વય જૂથમાં પ્રથમ દિવસે 20 વેક્સિન સાઇટ ઉપર 85 ટકા વેક્સિનેશન થયું

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર રોટરી ક્લબમાં વેક્સિન સાઇટ પર યુવાઓએ રસી લીધી હતી. - Divya Bhaskar
હિંમતનગર રોટરી ક્લબમાં વેક્સિન સાઇટ પર યુવાઓએ રસી લીધી હતી.
  • જિલ્લામાં આજે 45 વર્ષથી વધુ વયના 4400 વ્યક્તિને 22 વેક્સિન સાઈટ પર વેક્સિન અપાશે

રાજ્ય સરકારે ગુરૂવારે મોડી સાંજે વી.સી. કરીને શુક્રવારથી 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરતાં જિલ્લાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી અને જિલ્લાના આઠ તાલુકામાં 20 વેક્સિન સાઇટ તૈયાર કરી 18 થી 44 વય જૂથના 4000 યુવાઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવા આયોજન કરતાં 85 ટકા યુવાઓએ વેકસીન લીધી હતી. પોશીનામાં સૌથી ઓછું 41 ટકા વેક્સિનેશન થયું હતું. આજે 45 વર્ષથી વધુ વયના 4400 વ્યક્તિને 22 વેક્સિન સાઈટ પર વેક્સિન આપવામાં આવનાર છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું કે શુક્રવારથી યુવાનોને પણ વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 4000 યુવાઓ માટે 20 વેક્સિન સાઇટ પર 42 વેક્સિનેટરની વ્યવસ્થા કરાઇ હતી. આરસીએચઓ ડો. જયેશ પરમારે જણાવ્યું કે હિંમતનગર તાલુકામાં 6, ઇડર તાલુકામાં 5, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં 2-2, પોશીના, વડાલી, વિજયનગર તાલુકામાં 1-1 વેક્સિન સાઇટ નું આયોજન કરાયું હતું . હિંમતનગરમાં 1350, ઇડરમાં 1050, પોશીનામાં 100, વડાલીમાં 200, ખેડબ્રહ્મામાં 400,.પ્રાંતિજમાં 400, તલોદમાં 400, વિજયનગરમાં 100 વ્યક્તિઓને બોલાવાયા હતા તે પૈકી 3407 યુવાઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

જ્યારે 45 વર્ષથી વધુ વયના કુલ 1739 વ્યક્તિઓનું સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ કરાયું હતું જિલ્લામાં 18- 44 વય જૂથના 7 લાખથી વધુ લાભાર્થી, પ્રતિદિન 4 હજારને વેક્સિન આપશે તો 6 મહિના વિતી જશે સાબરકાંઠા જિલ્લામાં 18 થી 44 વય જૂથમાં સાત લાખથી વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. વેક્સિનની અછત સાથે જ ત્રીજી કેટેગરીમાં વેક્સિનેશન શરૂ કરાયું છે.

પ્રતિદિન 4000 યુવાનોને વેક્સિન આપવામાં આવે તો 175 થી વધુ દિવસ જેટલો સમય લાગી જશે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો સપ્લાય વધારવામાં આવે તો જ ત્રીજા વેવ પહેલા હર્ડ ઇમ્યુનિટી મિનિટ થઈ શકે તેમ છે. નોંધનીય છે કે નવી કેટેગરીની સમાંતર 45 થી 59 અને 60 થી વધુ વય જૂથમાં પણ વેક્સિનેશન અગાઉથી જ ચાલી રહ્યું છે જેમાં એકંદરે 20 ટકા લોકોએ વેક્સિન ના બે ડોઝ લીધા છે.

જિલ્લામાં વેક્સિન વિગત
તાલુકોકેન્દ્રલક્ષ્યપ્રાપ્તિવેક્સિનેટર
હિંમતનગર6135015
ઈડર480072710
ખેડબ્રહ્મા24003654
પ્રાંતિજ24003394
તલોદ24003604
પોશીના1200821
વડાલી12001852
વિજયનગર24002741
કુલ204000340742
અન્ય સમાચારો પણ છે...