તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • In Sabarkantha District, The Lowest Vaccination In The Age Group Of 18 To 44 Years Was 0.23 Per Cent In Poshina And The Highest In Eder Was 10.28 Per Cent.

કોરોના વેક્સિનેશન:સાબરકાંઠા જિલ્લામાં 18થી 44 વયજૂથમાં સૌથી ઓછું વેક્સિનેશન 0.23 ટકા પોશીનામાં,સૌથી વધુ ઈડરમાં 10.28 ટકા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિયાળ વિસ્તારમાં મોળો પ્રતિસાદ અને પર્યાપ્ત વેક્સિનના અભાવે મંથરગતિએ ચાલતી કામગીરી
  • 45થી વધુ વયજૂથમાં 59 ટકાએ પ્રથમ અને 22 ટકાએ વેક્સિનનો બીજો ડોઝ લીધો

સાબરકાંઠા જિલ્લામાં 16 જાન્યુઆરીથી જોરશોરથી વેક્સિનેશન શરૂ કરાયા બાદ હવે ગતિ ધીમી પડી ગઈ છે. પોશીના, વિજયનગર જેવા આદિવાસી બહુલતા ધરાવતા વિસ્તારોમાં ભ્રામક પ્રચાર અને માન્યતાઓને કારણે વેક્સિનેશનની સ્થિતિ દયનીય છે. 18 થી 44 વયજૂથમાં પોશીના તાલુકાના 164 યુવાનો એટલે કે માત્ર 0.23 ટકા એ અને વિજયનગર તાલુકાના 1230 એટલે કે 2.13 ટકાએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જ્યારે આ કેટેગરીમાં જિલ્લાની સરેરાશ 6.31 ટકા છે.

16 જાન્યુઆરી થી હેલ્થવર્કરોને વેક્સિન આપવાની શરૂઆત કરાયા બાદ તબક્કાવાર ફ્રન્ટલાઈન વર્કર્સ, 60 વર્ષથી વધુ વયજૂથમાં, 45 થી 59 વયજૂથમાં અને હવે 4 જૂનથી 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન શરૂ કરાયું છે અને પ્રતિદિન સરેરાશ સાડા ચાર હજાર લોકોને રસી અપાઇ રહી છે. સા.કાં. જિલ્લામાં 18 થી 44 અને 60થી ઉપર વયજૂથમાં 10,92,725 નાગરિકોના આધાર એનરોલમેન્ટ થયા છે આરોગ્ય વિભાગે કરેલ સર્વેમાં પણ 11,46,410 વ્યક્તિઓને વેક્સિન આપવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે.

હાલમાં જિલ્લામાં 18 થી 44 વયજૂથમાં 6.31 ટકા વેક્સિનેશન થયું છે જ્યારે 45 થી વધુ વયજૂથમાં સરેરાશ 59.02 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. શરૂઆતના તબક્કામાં હેલ્થવર્કરનું 110 ટકા અને ફ્રન્ટલાઈન વર્કરનું 134.31 ટકા વેક્સિનેશન થયું હતું. 60 વર્ષથી વધુ વયજૂથમાં 96.05 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો આ સમયગાળા સુધી બધું બરાબર ચાલ્યુ હતું. ત્યારબાદ 45 થી 59 વયજૂથ અને ચાલુ માસમાં 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશનનો વ્યાપ વધારતા મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં વેક્સિનનો દૂષ્પ્રચાર મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. બીજી બાજુ વેક્સિનની અછતથી વેક્સિનેશન કામગીરીને વેગ મળતો નથી.

જિલ્લામાં 60 થી વધુ વયજૂથમાં 1.20 લાખ અને 45 થી 59 વયજૂથમાં 1.29 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. આ બંને કેટેગરી એક કરી દેવાઇ હોવાથી સરેરાશ ટકાવારી ઉંચી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર અંતરિયાળ વિસ્તારમાં પ્રથમ ડોઝ લેનાર વ્યક્તિઓનો બીજો ડોઝ લેવામાં મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજો ડોઝ લેનારની સરેરાશ ટકાવારી 22.23 ટકા છે. પોશીના તાલુકામાં 18થી 44 વયજૂથમાં દસ દિવસ દરમિયાન માત્ર 164 અને વિજયનગરમાં 1230 યુવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

18 થી 44 વયજૂથમાં વેક્સિન

તાલુકોકુલપ્રથમડોઝટકાવારી
હિંમતનગર171516151478.83
ઇડર1249161284110.28
ખેડબ્રહ્મા9307045324.87
પોશીના715541640.23
પ્રાંતિજ7634146806.13
તલોદ8260544565.39
વડાલી4193023445.59
વિજયનગર5779412302.13
કુલ719726453946.31

​​​​​​​

45થી વધુ વયજૂથમાં વેક્સિન
​​​​​​​

તાલુકોકુલપ્રથમડોઝબીજોડોઝ
હિંમતનગર1126616175711916
ઇડર915685057313282
ખેડબ્રહ્મા41013265996440
પોશીના25709150654093
તલોદ48237309126833
પ્રાંતિજ47271302827823
વડાલી28740164723583
વિજયનગર31495201632002

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...