તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સાબરકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમે 30 અરજીનો નિકાલ કરી 20 લાખ બચાવ્યા

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનારને નાણાં પરત અપાવવા પ્રક્રિયા પણ ચાલી રહી છે

સાબરકાંઠામાં છેલ્લા બે માસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 33 અને સાયબર પોલીસ પોર્ટલ તથા 155260 પર 176 અરજીઓ થઈ છે જે પૈકી સાબરકાંઠા સાયબર સેલે 30 અરજીઓનો નિકાલ કરી રૂ. 20,18,114 બચાવ્યા છે અને ભોગ બનનારને પરત અપાવવા કાર્યશીલ છે.

સાયબર સેલ પી.આઇ. યોગેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે ખોટા મેસેજ, કોલ કરીને કે એપ્લિકેશન ડાઉનલોડ કરી વાતોમાં ભરમાવી ઓટીપી મેળવીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા સહિત હવે વોટ્સએપ વગેરે જેવી સોશિયલ સાઇટો હેક કરી ફોનનો સંપૂર્ણ કમાન્ડ મેળવી વ્યક્તિના મોબાઈલમાં આવતા ઓટીપી વ્યક્તિને પૂછ્યા વગર જાણી લઈને છેતરપિંડી આચરવાની નવી ઓપરેન્ડી જોવા મળી રહી છે.

ઓનલાઇન ફ્રોડ થતાંની સાથે સાયબર સેલનો તરત સંપર્ક કરાય તો સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે. બે મહિનામાં સાયબર સેલને મળેલ 33 અરજીઓ પૈકી 30 નો નિકાલ કરી રૂ.20,18,114 રકમ હોલ્ડ પર કરાવવામાં સફળતા મળી છે અને ભોગ બનનારને તેના નાણાં પરત અપાવવા પ્રોસીજર ચાલી રહી છે.

સાયબર અરજીઓની વિગત
તાલુકોસાયબરક્રાઇમપોર્ટલ

155260પરનીઅરજીઓ રોકાવેલરકમ

હિંમતનગર17774,20,000
ઇડર4505,32,000
ખેડબ્રહ્મા363,30,000
પ્રાંતિજ6172,76,114
તલોદ1132,25,000
વડાલી291,15,000
વિજયનગર04 120,000
કુલ3317620,18,144

​​​​​​​​​​​​​​આટલું ધ્યાન રાખો બચી જશો

  • હંમેશા જાણીતી અથવા વિશ્વસનીય વેબસાઇટ પરથી ઓનલાઇન શોપિંગનો આગ્રહ રાખો
  • સોશિય મીડિયામાં આવતી જાહેરાતો તથા ઓનલાઇન શોપિંગની લીંકથી સાવચેત રહેવુ.
  • મોબાઇલ એસએમએસ એલર્ટ સેવા ચાલુ રાખવી
  • કાર્ડનો પીનનંબર, 16 આંકડાનો નંબર, ઓટીપી કોઇની સાથે શેર ન કરવા
  • ફ્રોડ કોલ આવતા કોઇ એપ્લીકેશન ડાઉનલોડ ન કરવી
અન્ય સમાચારો પણ છે...