તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઘટ્યો:સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસો ઘટતાં ખાનગી અને સિવિલમાં 87 ટકા બેડ ખાલી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુલ 1225 બેડની ક્ષમતા સામે 56 દર્દીઓ સારવાર હેઠળ

સાબરકાંઠામાં એપ્રિલ અને મે દરમિયાન કોવિડ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા બાદ છેલ્લા ત્રણ સપ્તાહમાં સ્થિતિ બદલાઈ છે હોસ્પિટલોમાં 87 ટકા બેડ ખાલી છે અને ઓક્સિજનની માત્રામાં પણ 90 ટકા ઘટાડો થયો છે. જિલ્લામાં કુલ 1225 બેડની ક્ષમતા સામે હાલમાં 56 દર્દી ઇનડોર પેશન્ટ તરીકે સારવાર લઇ રહ્યા છે.

એપ્રિલની શરૂઆતથી કોરોનાએ જિલ્લામાં રાડ પડાવી દેતા કોવિડ હોસ્પિટલો, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી અને દોઢ થી બે દિવસનું વેઇટીંગ શરૂ થયું હતું તે સમયગાળો એવો હતો કે ઇનડોર કોરોના દર્દીનું મોત થાય ત્યારે જ મોટા ભાગે બેડ ખાલી થતા હતા. આ સ્થિતિ સતત 40 દિવસ સુધી યથાવત્ રહી હતી અને હોસ્પિટલોમાં બેડ તથા ઓક્સિજનની અછત સર્જાઇ હતી. કોરોનાના પીક ટાઈમ દરમિયાન જિલ્લામાં 25 મેટ્રીકટનથી વધુ ઓક્સીજનની જરૂરિયાત પ્રવર્તી રહી હતી.

મે માસના ચોથા સપ્તાહથી કોરોના કેસમાં ઘટાડો થવો શરૂ થયો હતો જેની સાથે હિંમતનગર સિવિલમાં 400 બેડની ક્ષમતા પૈકી બે વોર્ડ હાલમાં બંધ કરાયા છે જ્યારે 26 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલો પૈકી માત્ર 4 હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની સારવાર આપવામાં આવી રહી છે. હિંમતનગર સિવિલમાં 42 અને ખાનગી હોસ્પિટલોમાં 14 મળી કુલ 56 દર્દીઓ પૈકી 24 દર્દીઓ આઇસીયુ અને O2 સપોર્ટ પર છે. દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા 87 ટકા બેઠકો ખાલી થઈ ગયા છે સિવિલ હોસ્પિટલમાં 2 મેટ્રિકટન અને ખાનગી હોસ્પિટલોમાં 1 ટન જેટલા ઓક્સિજનનો હાલમાં વપરાશ થઈ રહ્યો હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યુ છે.

જિલ્લામાં કોરોના દર્દીઓ અને બેડની વિગત

વિગતકુલબેડઆઇસીયુO2સાદાકુલદાખલ
સિવિલ400682842
ખાનગી53546414
અન્યસરકારી2900000
અન્ય સમાચારો પણ છે...