કોરોનાનો કહેર:સાબરકાંઠા જિલ્લામાં 9 ડિસ્ચાર્જ (આઉટ), 10 વધુ કોરોનાના કેસ નોંધાયા

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 5, તલોદમાં 2, વડાલી, ઇડર, પ્રાંતિજમાં 1-1 જણ કોરોના સંક્રમિત

સાબરકાંઠામાં શુક્રવારે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 9 દર્દીને રજા આપવામાં આવી હતી. હિંમતનગરમાં સૌથી વધુ 5 જ્યારે તલોદમાં 2 અને ઇડર, વડાલી, પ્રાંતિજમાં 1 - 1 વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તલોદની પારસ સોસાયટીમાં આધેડ મહિલા, 40 વર્ષીય મહિલા, ઇડરની મદની સોસાયટીમાં 45 વર્ષીય મહિલા, વડાલી તાલુકામાં 34 વર્ષીય પુરુષ, પ્રાંતિજમાં ઉમા પાર્ક સોસા.માં 39 વર્ષીય પુરુષ, હિંમતનગરમાં ઉમિયા પરિવાર સોસાયટીમાં 31 વર્ષીય પુરુષ, સરોજ પાર્ક સોસા.માં આધેડ રવિ પાર્ક સોસાયટીમાં 38 વર્ષીય પુરુષ, રાધે ગોવિંદ સોસાયટીમાં આધેડ, મહાકાળી મંદિર બાજુના વિસ્તારમાં 41 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...