લોકડાઉન 4:સાબરકાંઠા જિલ્લામાં 12 દિવસમાં 64 નવા કેસ, 2773 લોકો ક્વોરન્ટીન, 32 ક્લસ્ટરમાં વધારો થયો

હિંમતનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને ખાળવા અમલી બનાવાયેલ લોકડાઉન-4 બે દિવસમાં પૂરું થશે પરંતુ લોકડાઉન-4 માં આપવામાં આવેલી છૂટછાટો બાદ સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધ્યું છે અને સ્થિતિ વણસી છે. છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા 64 કેસ બહાર આવ્યા છે અને 32 ક્લસ્ટરનો વધારો થયો છે આ દરમિયાન એક મોત પણ નોંધાયું છે. લોકડાઉન-4 ને 18 મેથી અમલી કરાયું હતું તે દિવસે સાબરકાંઠા જિલ્લાના અને બહારના જિલ્લા રાજ્યના દર્દીઓની સંખ્યા 41 હતી તે પૈકી બે દર્દી સ્થાનિક અને એક અમદાવાદના દર્દીનું મોત નીપજ્યું હતુ. અને 17 તારીખ સુધીમાં સાબરકાંઠાના 10 અને અરવલ્લીના બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા અને જિલ્લાના 23 દર્દી સારવાર હેઠળ હતા. ત્યારબાદ 18 મેના રોજ કોરોનાનો એક અને પછી 19 મેના રોજ નવા 7 કેસ નોંધાવા સહિત એક મોત નોંધાયું હતું 29મે સુધીમાં આ સંખ્યા વધીને 12 દિવસમાં 64 સુધી પહોંચી ગઈ હતી.

લોકડાઉન-4 માં બહારના જિલ્લા અને વિદેશથી લાવવામાં આવેલ લોકોને સાબરકાંઠામાં ક્વોરન્ટાઇન કરાતા કોરોના પોઝિટિવનો આંકડો રોકેટ ગતિએ આગળ વધ્યો છે. છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા 64 દર્દી પૈકી વિદેશથી આવેલ અને જિલ્લામાં ક્વોરન્ટાઇન 7 પોઝિટિવ દર્દી અમદાવાદથી આવેલ 9 મુંબઈથી આવેલ 17 સુરત થી બે ઉત્તર પ્રદેશથી આવેલ એક પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે લોકડાઉન-3 સુધી એકંદરે નિયંત્રણમાં રહેલી સ્થિતિ લોકડાઉન-4માં કાબુ બહાર નીકળી છે એવું આંકડા પરથી જણાઈ રહ્યું છે. હાલમાં 2736 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન અને 37 ક્વોરન્ટાઇન કરાયા છે તથા 50થી વધુ દર્દી સારવાર હેઠળ છે. હિંમતનગરમાં શુક્રવારે 10 ને રજા આપતાં કુલ 46 દર્દી સાજા થઇ ઘરે પહોંચ્યા છે. 

દર્દીઓના આંકડા જાહેર કરવાનું બંધ કરાયું 
સ્ટેટની વેબસાઈટ, સ્થાનિક આરોગ્ય વિભાગની યાદી અને હિંમતનગર સિવિલ, કોવિડ-19 મેડિસ્ટાર હોસ્પિટલ તથા સમરસ હોસ્ટેલમાં રખાયેલ પોઝિટિવ દર્દીઓ ના સાચા આંકડા એકબીજાની સાથે મેળ ખાતા ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દર્દીઓની વિગતો જાહેર કરવાની બંધ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...