રોગચાળો વકર્યો:સાબરકાંઠા જિલ્લામાં એક જ માસમાં ડેન્ગ્યૂના 50 અને ચીકનગુનિયાના ત્રણ કેસો નોંધાતાં ફફડાટ

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રોગચાળો વકર્યો, ગત વર્ષની સરખામણીએ 4 ગણાં કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બદલાયેલી વરસાદની પેટર્નને પગલે સપ્ટેમ્બર માસમાં સતત વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચકતાં ગત વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યૂના ચાર ગણા કેસ નોંધાયા હતા અને ચીકનગુનિયાએ ફરી પગપેસારો કરતાં ત્રણ કેસ નોંધાયા હતા. જિલ્લાનુ આરોગ્યતંત્ર જાગતું રહ્યું ન હોત તો સ્થિતિ કાબૂ બહાર જવાની પૂરેપૂરી સંભાવના હતી.

છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી દરમિયાન અન્ય રોગચાળો લગભગ નાબૂદ થઇ ગયો હતો. કોરોનાની બીકમાં લોકોએ દૈનિક પ્રવૃત્તિઓ નિયમિત કરી દેતા આરોગ્ય વિષયક સમસ્યા પેદા થઇ ન હતી પરંતુ કોરોના ધીમો પડતાની સાથે ચોમાસાની એન્ટી થતાં અને લોકો પણ બે ફીકર બનતા મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ હતુ. ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસ સામે આવતા પાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ ટીમો બનાવી દવા છંટકાવ, પોળા નાશક કામગીરીમાં લાગી ગયો હતો.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યૂના 50 કેસ અને ચીકનગુનિયાના 03 કેસ નોંધવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ચૂકેલ દર્દીઓની સંખ્યા આનાથી ત્રણ - ચાર ગણ વધુ હોઇ શકે છે. તબીબી સૂત્રોના જણાવ્યાનુસાર. આરોગ્ય વિભાગે સતત કરેલ કામગીરીને કારણે સ્થિતિ નિયંત્રણમાં રહી છે અન્યથા મોટી સમસ્યા સર્જાઇ હોત નોંધનીય છે કે ગત વર્ષની સરખામણીએ મેલેરીયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

જિલ્લા મેલેરીયા અધિકારી ર્ડા. પ્રણવ અસારીએ જણાવ્યું કે સપ્ટે-20 સુધીમાં મેલેરીયા 90, ડેન્ગ્યૂના 12 અને ચીકનગુનીયાનો એક પણ કેસ નોંધાયો ન હતો જ્યારે ચાલુ વર્ષે સપ્ટે-21 સુધીમાં મેલેરીયાના 52 ડેન્ગ્યૂના 50 અને ચીકનગુનિયાના 03 કેસ નોંધાયા છે. સર્વેલન્સ ટીમો ફિલ્ડમાં સતત કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...