કોરોનાએ સાબરકાંઠામાં 41 બાળકોના માતા-પિતા બંને છીનવી લીધા છે અને 97 બાળકોએ માતા અથવા પિતા બંનેમાંથી એક ગુમાવ્યા છે જેમને સહાય મળવી શરૂ થઈ ગઈ છે. ઓગસ્ટના 7 દિવસમાં માતા કે પિતા બે માંથી એક વાલી ગુમાવ્યા હોય તેવી સહાય મેળવવાની 81 નવી અરજીઓ આવી છે અને કચેરી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રતિદિન સંખ્યાબંધ અરજીઓ આવી છે.
જુલાઈમાં માતા અને પિતા બંને ગુમાવનાર 41 નિરાધાર બાળકોને સહાય ચૂકવાયા બાદ 2 જી ઓગસ્ટે યોજાયેલ સેવાસેતુમાં માતા અથવા પિતા બંનેમાંથી એક વાલી ગુમાવનાર 97 બાળકોને સહાય ચૂકવાઇ હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન નવી 81 અરજીઓ સહાય મેળવવા માટે આવી રહી છે.
બાળ સુરક્ષા અધિકારી સુરેશભાઈએ જણાવ્યું કે તાજેતરમાં મળેલ 81 અરજીઓની તપાસ ચાલી રહી છે.41 બાળકોએ માતા પિતા અને 97 બાળકો એક વાલી ગુમાવ્યા છે તથા 81 નવી અરજીઓ આવી છે મતલબ 250 મોત સહાય યોજનાના રેકોર્ડમાં નોંધાઈ ચૂકયા છે અને હજુ અરજીઓ આવી રહી છે. આરોગ્ય વિભાગે માત્ર 154 મોત જાહેર કર્યા છે. નોંધનીય છે કે સહાય પેકેજના પરિપત્રમાં કોરોનામાં મોત થયું હોય તેવા વાલીઓના બાળકોનો ઉલ્લેખ કરાયો છે.
જિલ્લામાં એક વાલી ગુમાવનારા બાળકો | |
તાલુકો | સંખ્યા |
વડાલી | 13 |
ઇડર | 18 |
પોશીના | 3 |
તલોદ | 2 |
હિંમતનગર | 34 |
પ્રાંતિજ | 1 |
વિજયનગર | 12 |
ખેડબ્રહ્મા | 14 |
કુલ | 97 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.