તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધીમીધારે વરસાદથી સૂકાતાં પાકને નવજીવન

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બાર દિવસના વિરામ બાદ બુધવારે સાંજે અને ગુરુવારે સવારે વરસાદી ઝાપટા પડતાં આ વિસ્તારમાં ખેતીને જીવતદાન મળ્યું હતું. પોશીના પંથકમાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાક લગભગ બળવાને આરે આવી ગયો હતો ત્યારે ઝાપટા પડતાં મકાઈ, અડદ, તુવેર કપાસ જેવા પાકોને જીવનદાન મળ્યું હતું. અને થોડા વરસાદમાં પણ મૂરઝાયેલા પાકો ખીલી ઉઠ્યા હતા.

બાયડમાં માર્કેટયાર્ડના ધાબા પર વીજળી પડી
બાયડમાં માર્કેટયાર્ડના ધાબા પર વીજળી પડી

બાયડમાં ગુરુવાર બપોરે માર્કેટયાર્ડમાં બનાવવામાં આવેલા નિદર્શન પ્રદર્શન હોલના ધાબા પર વીજળી પડી હતી. જોકે કોઇ નુકસાન થયું ન હતું વીજળી પડવાના અવાજને લઈ શહેરમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

ધનસુરાના વડાગામ, રોઝડ પંથકમાં વરસાદી ઝાપટા પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. રોઝડ ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ધનસુરાના વડાગામ, રોઝડ પંથકમાં વરસાદી ઝાપટા પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. રોઝડ ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઈડરના કડીયાદરામાં વરસાદ વરસતાં ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ઈડરના કડીયાદરામાં વરસાદ વરસતાં ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
અન્ય સમાચારો પણ છે...