કોરોના બેકાબૂ:સાબરકાંઠામાં 9 ને કોરોના, પાંચ કેસ ગ્રામ્ય વિસ્તારના અને ચાર શહેરના

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 4, તલોદ અને ઇડરમાં 2-2, ખેડબ્રહ્મમાં 1 સંક્રમિત

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં સતત બીજા દિવસે 4 વ્યક્તિ સંક્રમિત થયા હતા. જ્યારે તલોદ અને ઇડરમાં 2-2 તથા ખેડબ્રહ્મામાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 12 દર્દી કોરોના લક્ષણ મુક્ત બનતાં રજા અપાઈ હતી. જિલ્લામાં નોંધાયેલા 9 કેસોમાંથી 5 ગ્રામ્ય વિસ્તારમાં અને 4 શહેરી વિસ્તારમાં નોંધાયા હતા.

જિલ્લામાં સોમવારે કુલ 9 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં પાંચ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ચાર શહેરી વિસ્તારના વ્યક્તિઓ સંક્રમિત થયા હતા. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર સગુન બંગ્લોઝમાં 25 વર્ષીય પુરૂષ, રાજમંદિર સોસાયટીમાં 35 વર્ષીય પુરૂષ, જગદીશપાર્ક સોસાયટીમાં 77 વર્ષીય પુરૂષ, નિકોડા ગામમાં 56 વર્ષીય મહિલા, તલોદમાં રણાસણ ગામમાં 60 વર્ષીય પુરૂષ, પુંસરી ગામમાં 50 વર્ષીય પુરૂષ, ઇડરમાં મહિવાડા ગામમાં 55 વર્ષીય મહિલા, મોટા કોટડામાં 65 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મામાં રાવલ વાસમાં 37 વર્ષીય પુરૂષનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

ઉત્તર ગુજરાત કોરોનામીટર

જિલ્લોકેસરજા
મહેસાણા1239
પાટણ2618
બ.કાંઠા350
સા.કાંઠા17816
અરવલ્લી8396
કુલ981269
અન્ય સમાચારો પણ છે...