તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 85 કોરોના સંક્રમિત,અરવલ્લીમાં 46 કેસ, 54 સાજા થયા

હિંમતનગર/મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 47,ઇડરમાં 17,તલોદમાં 8,પ્રાંતિજ 5,ખેડબ્રહ્મા વડાલીમાં 3-3 અને વિજયનગરમાં 2ને કોરોના
  • મોડાસા પોલીસ ક્વાર્ટર અને ટીટોઇ પીએચસીના ક્વાર્ટર સહિત મોડાસામાં 25 કેસ, માલપુરમાં 13, ધનસુરા અને ભિલોડામાં 4-4 કેસ

સાબરકાંઠામાં રવિવારે વધુ 85 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 40 પુરુષ અને 45 મહિલાનો સમાવેશ થાય છે. સામે 54 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. સાથે સાબરકાંઠા જિલ્લામાં 264 શહેરી 876 ગ્રામ્ય મળી એક્ટિવ કેસ 1140 થયા છે.

એક્ટિવ કેસ
તાલુકોશહેરીગ્રામ્યકુલ
હિંમતનગર160483643
ઇડર117889
ખેડબ્રહ્મા123345
પ્રાંતિજ19102121
તલોદ49124173
વડાલી133043
પોશીના01313
વિજયનગર01313
કુલ2648761140

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલ 85 પોઝિટિવ કેસ પૈકી હોટ સ્પોટ હિંમતનગરમાં 47, ઇડરમાં 17 , ખેડબ્રહ્મામાં 3, પ્રાંતિજ 5, તલોદમાં 8, વડાલીમાં 3 અને વિજયનગરમાં 2 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . જેમાં 40 પુરુષ અને 45 મહિલાનો સમાવેશ થાય છે.

કુલ પોઝિટિવ કેસ
તાલુકોશહેરીગ્રામ્યકુલ
હિંમતનગર107316502723
ઇડર179469675
ખેડબ્રહ્મા87129216
પ્રાંતિજ145411556
તલોદ199408606
વડાલી86142228
પોશીના03939
વિજયનગર0133133
કુલ176834085176

મોડાસા શહેરના 17, 27 ગામોમાં 29 કેસ
અરવલ્લી જિલ્લાના રવિવારે 49 કેસ નોંધાયા હતા. જેમાં જુદા જુદા 27 ગામો અને મોડાસા શહેરના જુદા જુદા સોસાયટી વિસ્તારો અને શહેરના માળીવાડા ભોઈવાડા, બુતાંલવાડા અને લઘુમતી વિસ્તારની સોસાયટી અને પોલીસ ક્વાર્ટર વિસ્તાર સહિત જિલ્લામાં એક જ દિવસમાં 46 કેસ નોંધાયા છે. મોડાસા પોલીસ ક્વાર્ટર અને ટીટોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટરમાં કોરોનાનો પગ પેસારો થયો છે.

મોડાસા શહેરના લઘુમતી વિસ્તારમાંની 4 સોસાયટીઓ અને શહેરને માલપુર રોડ શામળાજી રોડ બાયપાસ રોડ ઉપરની સોસાયટી અમે ડુંગરવાળા રોડ ઉપરની સોસાયટી વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં એક જ દિવસ માં કોરોના પોઝિટિવના 17 કેસ નોંધાયા છે.મોડાસા તાલુકાના દાવલીમાં 1, ભેરુંડામાં 1, ખંભીસરમાં 1, સાયરામાં 1, તખતપુરામાં 1 અમરાપુરમાં 1, વરથુંમાં 1 અને ટીંટોઈ પીએચસી ક્વાટર્સ 1 કેસ સહિત 8 કેસ નોંધાયા હતા.

માલપુર તાલુકામાં કોરોના પોઝિટિવ વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં માલપુરમાં 2, તાલુકાના મહિયાપુરમાં 2, ભેમપુરમાં 1, કાકરી ટીંબામાં 1, જેસિંગપુરમાં 1, હાથીખાટના મુવાડા ખાટ ફરીમાં 1, કોયલીયામાં 1, દેવદાંતીમાં 1, કાસવાડામાં 1, ઉભરાણ વાવફરીમાં 1, લાલપુરમાં 1 કોરોના પોઝિટિવ ના દર્દી નોંધાયા હતા.

ધનસુરાના બંસીધરમાં 1, શિકાનીચી ફળીમાં 1 કંજરી કંપામાં 1 અને પોયડામાં 1 સહિત તાલુકામાં 4 કેસ નોંધાયા છે.ભિલોડાના મુનાઇમાં 1 દહેગામડામાં 1 જાંબુડીમાં 1 અને ધમ્બોલીયામાં 1 સહિત તાલુકામાં ચાર કેસ નોંધાયા હતા.જિલ્લામાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવ ના 46 કેસ નોંધાતા ઉપરોક્ત વિસ્તારોમાં અવર-જવર પર પ્રતિબંધ લાદવા આદેશ કરાયો છે.

સિતવાડા નવાપુરા ગામમાં શનિવારે પુરુષ અને મહિલાના કોરોનાથી મોત
પ્રંતિજના સિતવાડા નવાપુરામાં છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહેલા મહામારી કોરોનાની ઝપટમાં 4થી વધુ લોકોને કોરોના ભડકી ગયો છે. જેમાં શનિવારના રોજ જયેન્દ્રસિંહ કેસરીસિંહ રાઠોડ ઉ.વ.55 અને 1 મહિલાને સારવાર માટે પ્રાંતિજ, દહેગામ, હિંમતનગર દોડ્યા પણ કોઈ જગ્યાએ સારવાર ન મળતા 1 મહિલા અને પુરુષનું કોરોનાથી મોત થયું હતું. જ્યાં આખું ગામ શોકના મોજમાં ફળી વળ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં કોરોનાના 894 કેસ, 34 મોત નીપજ્યા
​​​​​​​ઉત્તર ગુજરાતમાં રવિવારે સાબરકાંઠાના 85 અને અરવલ્લી જિલ્લામાં 46 કેસ સહિત કોરોનાના 864 કેસ નોંધાયા હતા. સામે કોરોનાથી 34નાં મોત થયાં હતાં.

મહેસાણા જિલ્લામારવિવારે ગામડાઓમાં નવા 279 અને શહેરોમાં 219 મળીને કુલ 498 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં હાલ કોરોના એકટીવ કેસની સંખ્યા 5520 સુધી પહોચી છે. મહેસાણાના વૈકુઠધામમાં 14 અને વિસનગરના સાર્વજનિક સ્મશાન ગૃહના 11 મળી કુલ 25 મોત નોંધાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર 56, ડીસા 43, દાંતા 11, દાંતીવાડા 6, વડગામ 6, ભાભર 4, થરાદ 4, વાવ 4, દિયોદર 3, લાખણી 3, અમીરગઢ 1, ધાનેરા 1,સુઈગામ 1 મળી 143 કેસ નોંધાયા હતા. .જયારે જિલ્લામાં 2 દર્દીઓના મોત થયા હતા.

પાટણ જિલ્લામાં રવિવારે નવા 98 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા આ સાથે કુલ સંક્રમિત 9440 થયા છે. જ્યારે 381 દર્દીઓએ કોરોનાને માત આપી હતી

અન્ય સમાચારો પણ છે...