કોરોના અપડેટ:સાબરકાંઠામાં 14 પોઝિટિવ સામે 80 ને રજા અપાઈ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમિતોમાં 10 પુરુષ અને 04 મહિલા
  • 47 શહેરી, 257 ગ્રામ્ય મળી કુલ 304 એક્ટિવ કેસ

સાબરકાંઠા જિલ્લામાં કેસો ઘટ્યા હોય તેમ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઓછા કેસ નોંધાય છે. સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 80 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. સાથે જિલ્લામાં 47 શહેરી 257 ગ્રામ્ય મળી એક્ટિવ કેસની સંખ્યા 304 સુધી પહોંચી છે. મંગળવારે નોંધાયેલા કેસોમાં 10 પુરુષ અને 04 મહિલાનો સમાવેશ થાય છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારેવારે નોંધાયેલ 14 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરમાં 04, ઇડરમાં 03, તલોદમાં 02, વડાલીમાં 02, વિજયનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ માં એક એક વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 10 પુરુષ અને 04 મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...