તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સાબરકાંઠામાં પ્રથમ દિવસે 624 ફોર્મ ઉપડ્યા, સૌથી વધુ ખેડબ્રહ્મા તાલુકામાં 82 ફોર્મનો ઉપાડ થયો

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની 172 બેઠકો માટે 444
 • જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 104
 • નગરપાલિકાની 62 બેઠકો સામે 76 ફોર્મ ઉમેદવારો લઇ ગયા

સાબરકાંઠા જિલ્લાની સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા માટે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થતાં પ્રથમ દિવસે 624 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો જોકે પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરીને પરત આવ્યું નથી. સૌથી વધુ ખેડબ્રહ્મા તાલુકામાં 82 ફોર્મનો ઉપાડ થયો હતો. સા.કાં. જિલ્લા પંચાયતની 36, આઠ તાલુકા પંચાયતની 172 બેઠક અને ત્રણ પાલિકાની કુલ 62 બેઠક માટે ચૂંટણી યોજાઇ રહી છે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી યોજાતી હતી.

પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝૂકાવ્યું છે અને 150 થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારીપત્રો લેવા પ્રથમ દિવસે ભારે ધસારો થયો હતો અને કુલ 624 ફોર્મનો ઉપાડ થયો હતો. સૌથી વધુ ખેડબ્રહ્મા તા.પં.માં 82 અને હિંમતનગર તા.પં.માં 78 ફોર્મનો ઉપાડ થયો હતો. ત્રણેય સ્વરાજની સંસ્થાઓમાં અંદાજે કુલ 750 થી વધુ ઉમેદવારીપત્રોનો ઉપાડ થવાની સંભાવના છે.

પ્રથમ દિવસે લઇ જવાયેલ ફોર્મની વિગત

તાલુકોતા.પં.

જિ.પં.

નગરપાલિકાકુલ
તલોદ565162
પ્રાંતિજ3010040
હિંમતનગર782336137
ઇડર6510075
વડાલી3183978
ખેડબ્રહ્મા82200102
વિજયનગર3422056
પોશીના686074
કુલ44410476624
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો