તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:સાબરકાંઠા.માં 17 ને કોરોના, 12 પુરુષ અને 5 મહિલા સંક્રમિત, 20 દર્દીઓ ડિસ્ચાર્જ, હિંમતનગર- ઇડરમાં 5 - 5, વડાલી, પ્રાંતિજમાં 2-2, વિજયનગર, ખેડબ્રહ્મા અને તલોદમાં 1-1 કેસ નોંધાયો

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ હોટ સ્પોટ હિંમતનગર અને ઇડરમાં 5- 5 કેસ નોંધાયા હતા. જ્યારે વડાલી અને પ્રાંતિજમાં 2-2 તથા વિજયનગર, ખેડબ્રહ્મા અને તલોદમાં 1- 1 વ્યક્તિ સંક્રમિત થયા હતા. શુક્રવારે 20 દર્દીઓ કોરોના મુક્ત બનતાં રજા આપવામાં આવી હતી. 17 કેસોમાં 5 મહિલાઓ અને 12 પુરૂષોને કોરોના થતાં સારવારમાં ખસેડાયો હતો.

કોરોના સંક્રમિત દર્દીઓની વિગત
હિંમતનગરમાં જી.એમ.ઇ.આર.એસ. હોસ્ટેલમાં 35 વર્ષિય મહિલા, રંગવન સોસાયટીમાં 79 વર્ષિય પુરૂષ, જય યોગેશ્વર સોસાયટીમાં 47 વર્ષિય પુરૂષ, શ્રીનગર સોસાયટીમાં 57 વર્ષિય મહિલા, પરબડામાં 56 વર્ષિય પુરૂષ, ઇડરમાં શુભ સોસાયટીમાં 22 વર્ષિય પુરૂષ, શુભ સોસાયટીમાં 46 વર્ષિય મહિલા, સિદ્ધાર્થનગરમાં 78 વર્ષિય પુરૂષ, કલરવ સોસાયટીમાં 32 વર્ષિય પુરૂષ, ધનેશ્વર સોસાયટીમાં 42 વર્ષિય પુરૂષ, વડાલીના વડગામડામાં 54 વર્ષિય પુરૂષ, ટોકરા વસાહતમાં 35 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્માના ભાટવાસ પાસે 60 વર્ષિય મહિલા, વિજયનગરના પરવઠમાં 55 વર્ષિય મહિલા, પ્રાંતિજમાં 39 વર્ષિય પુરૂષ, રાસલોડમાં 91 વર્ષિય પુરૂષ, તલોદના વક્તાપુરમાં 59 વર્ષિય પુરૂષ

સાબરકાંઠા. કોરોનામીટર

કુલ પોઝિટિવ 1653 કુલ મોત 18 કુલ ડિસ્ચાર્જ 1468

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો