તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાબરકાંઠામાં 16 કેસ નોંધાતા એક્ટીવ કેસ 100 ને પાર

હિંમતનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
રતનપુર બોર્ડરે RTPCR નેગેટિવ રિપોર્ટવાળા 115ને પ્રવેશ અપાયો - Divya Bhaskar
રતનપુર બોર્ડરે RTPCR નેગેટિવ રિપોર્ટવાળા 115ને પ્રવેશ અપાયો
 • હિંમતનગર આરટીઓ ઇન્સ્પેકટર સંક્રમિત, 10 ડિસ્ચાર્જ, 16 કેસમાંથી હિંમતનગરમાં 10 કેસ, અરવલ્લીમાં 8 કેસ, 3 ડિસ્ચાર્જ

સાબરકાંઠામાં ગુરુવારે હિંમતનગર આરટીઓ ઇન્સ્પેકટર સહિત વધુ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને પગલે જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સેન્ચુરી પુરી થઈ છે અને સંખ્યા 105 સુધી પહોંચી છે. વધુ 10 દર્દી કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી 16 પોઝિટિવ કેસમાંથી હોટસ્પોટ હિંમતનગરમાં 10 જ્યારે ઇડરમાં 3, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને વડાલીમાં 1-1વ્યક્તિ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

જ્યારે અરવલ્લી જિલ્લામાં ગુરૂવારે 8 નવા કેસ નોંધાયા હતા અને 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાની માહિતી કોવિડ-19 પોર્ટલ પર નોંધાઇ હતી.હિંમતનગર આરટીઓ ઇન્સ્પેકટર પણ સંક્રમિત થતા સહકર્મીઓએ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. આરટીઓ ઇન્સ્પેકટર હોમ આઇસોલેટ થયા હો વાનું જાણવા મળી રહ્યું છે.

1 એપ્રિલથી ચેકપોસ્ટ પર અન્ય રાજ્યમાંથી પ્રવેશતા લોકો માટે 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ રાજ્યમાં પ્રવેશ મળશે ની જાહેરાત કરાઇ હતી. રતનપુર ચેકપોસ્ટ પર સવારે આરોગ્ય કર્મીઓ 12 વાગ્યા સુધી ન પહોંચ્યા હતા. ચેકપોસ્ટના પોલીસકર્મીઓ વાહનચાલકો પાસે આરટીપીસીઆર રિપોર્ટ તપાસ કરતાં વાહનોની લાઇનો લાગી હતી. જેમાં 115 લોકો પાસે RTPCR રિપોર્ટ નેગેટિવ મળતા પ્રવેશ અપાયો હતો. -અલ્પેશ પટેલ

સંક્રમણ વધતાં ખેડબ્રહ્માના વકીલો 15 દિવસ કામથી અળગા રહેશે
ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા પંથકમાં બે દિવસમાં 50 કોરોનાના કેસો નોંધાતાં વધુ મહામારી ના ફેલાય તે હેતુસર ખેડબ્રહ્મા બાર એસો.દ્વારા 15 દિવસ સુધી કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કરાયો છે. ખેડબ્રહ્મામાં છેલ્લા બે દિવસથી કોરોના મહામારી ફરી માથું ઊંચકી રહ્યો છે અને ખેડબ્રહ્મા તથા આજુબાજુના ગામડામાં પ્રચંડવેગથી મહામારી ફેલાઈ રહી છે જેને લઈ કોર્ટમાં આવતા પક્ષકારો દ્વારા સંક્રમણ ફેલવવાની દહેશત હોઇ કોર્ટના વકીલ અને સ્ટાફમાં પણ સંક્રમણ ફેલાઈ ના જાય તેની અગમચેતી રૂપે બાર એસોસિએશન દ્વારા કોરોના વધતો અટકાવવા કોર્ટમાં વકીલો અને પક્ષકારો અગત્યના કામ સિવાય હાજર ના રહેવા અને કોર્ટ કાર્યવાહી જે તે સ્ટેજે રાખવા મેજિસ્ટ્રેટને અપીલ કરી હતી.

સાબરકાંઠાના કોરોના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરમાં મોતીબાગ સોસાયટીમાં 47 વર્ષિય પુરૂષ, મારુતિનગર સોસાયટીમાં 66 વર્ષિય પુરૂષ, મધુવનપાર્ક સોસાયટીમાં 24 વર્ષિય પુરૂષ, વિરપુરમાં 23 વર્ષિય પુરૂષ, જી.એમ.ઇ.આર.એસ. હોસ્ટેલમાં 30 વર્ષિય પુરૂષ, ઇન્દ્રનગરમાં 47 વર્ષિય પુરૂષ, બંસીધર સોસાયટીમાં 20 વર્ષિય પુરૂષ, જજીસ બંગ્લોજમાં 34 વર્ષિય પુરૂષ, ટેલીફોન સોસાયટીમાં 35 વર્ષિય પુરૂષ, પંચશીલ સોસાયટીમાં 55 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્માની પુષ્પકુંજ સોસાયટીમાં 35 વર્ષિય મહિલા, પ્રાંતિજના ગંગોત્રીનગરમાં 64 વર્ષિય મહિલા, વડાલીના ડોભાડામાં 50 વર્ષિય પુરૂષ, ઇડરના કેશવપાર્કમાં 42 વર્ષિય પુરૂષ, ગુલાબપુરામાં 25 વર્ષિય પુરૂષ, પૃથ્વીપુરામાં 28 વર્ષિય પુરૂષ

​​​​​​​ઇડર તાલુકા પંચાયતમાં બે કર્મીને કોરોના
​​​​​​​ઇડર તા.પં.ના શિક્ષણ વિભાગમાં કર્મી અને તા.પં. કોમ્પ્યુટર ઓપરેટરને કોરોના પોઝિટિવ આવતાં ઇડર ટીડીઓ દ્વારા પાલિકાને જાણ કરતાં ઇડર પાલિકા દ્વારા તાલુકા પંચાયતને સૅનેટાઇઝ કરાઇ હતી. સંક્રમિતોને હોમક્વોરન્ટાઇન કરાયા હતા. દફ્તરી કામકાજ ચાલુ રહેશે તેવું ટીડીઓએ જણાવ્યું હતું.

સા.કાં.માં 45 -59 વયજૂથમાં પ્રથમ દિવસે 64.59 ટકા વેક્સિનેશન થયું
13130 જણાને બોલાવાયા હતા 8529 લોકો આવ્યા

સાબરકાંઠામાં 1 લી એપ્રિલથી 45 થી 59 વયજૂથના તમામ લોકોનું વેક્સિનેશન શરૂ કરાતા પ્રથમ દિવસે 13130 જણાને બોલાવાયા હતા. તે પૈકી 8529 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા 258 સેશન સાઇટ પર કરવામાં આવેલ કામગીરીનો 64.95 ટકા લોકોએ લાભ લીધો હતો.

​​​​​​​જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યું કે 1 લી એપ્રિલે જિલ્લાના આઠ તાલુકામાં 258 સેશન સાઇટ પર 13130 લોકોને બોલાવાયા હતા તે પૈકી 8529 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યું કે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને અન્ય મળી કુલ 2873 જણાને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે.

તાલુકા વાઇઝ વિગત
તાલુકોસાઇટલક્ષ્યાંકરસીલીધી
હિંમતનગર3837802159
ઇડર4629102066
ખેડબ્રહ્મા221160938
પોશીના21640652
પ્રાંતિજ331320733
તલોદ241440711
વડાલી28840499
વિજયનગર461040771
કુલ258131308529

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો