તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં કોરોનાના 119 કેસ સામે 129 સાજા થયા, 3 મોત

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તલોદ રોજડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 11 થી 17 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન - Divya Bhaskar
તલોદ રોજડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 11 થી 17 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન
  • અરવલ્લી જિલ્લાના 15 ગામડાઓમાં કોરોના પોઝિટિવના 22 કેસ, જિલ્લામાં કુલ 34 સંક્રમિત થયા, કલેક્ટરનો સંક્રમિત વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ લાદવા આદેશ
  • ઉત્તર ગુજરાતમાં 917 કેસ, 20 મોત
  • મહેસાણામાં 377 કેસ-18 મોત, બનાસકાંઠામાં 266 કેસ-2 મોત, પાટણમાં 121 કેસ

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વધુ 119 પોઝિટિવ કેસ નોંધાયા હતા, સામે 129 દર્દી કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. સાથે જિલ્લામાં 239 શહેરી અને 888 ગ્રામ્ય મળી કુલ 1127 એક્ટિવ કેસ ની સંખ્યા થઈ છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોમવારે નોંધાયેલ 119 કેસમાંથી સૌથી વધુ હિંમતનગરમાં 70, ઇડરમાં 21, પ્રાંતિજમાં 06, તલોદમાં 16, ખેડબ્રહ્મામાં 03, પોશીનામાં 02 અને વિજયનગર 01 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં 65 પુરુષ અને 54 મહિલાનો સમાવેશ થાય છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારમાં 12 અને મોડાસા તાલુકાના ત્રણ ગામડા અને મેઘરજ ધનસુરા અને માલપુર તેમજ ભિલોડા તાલુકાના 15 ગામડાઓમાં કોરોના વધુ 22 કેસ સહિત જિલ્લામાં એક જ દિવસમાં વધુ 34 કેસ નોંધાતા કલેક્ટરે ઉપરોક્ત વિસ્તારોને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આવન-જાવન ઉપર પ્રતિબંધના આદેશ કર્યા છે. મેઘરજના વાસણા સીએચસી ક્વાર્ટસ ખાતે અને રાજસ્થાન બોર્ડર સરહદ ઉપર આવેલા મોટી મોયડીમાં કોરોના પગપેસારો કર્યો છે.

મોડાસાની માધુ પાર્ક સોસાયટી અને માલપુર રોડ ઉપરના મોતી સાગર, મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ખલીપુર ક્રિષ્ના રેસીડેન્સી, મોડાસાની લક્ષ્મી સોસાયટી નગર, માલપુર રોડ શ્રીજી નગર સોસાયટી, તુલસી આંગન સોસાયટી, જલધારા સોસાયટી, શહેરના ભાવસાર વાળા વિસ્તાર વિનાયકનગર સોસાયટી, મોડાસાના કસ્બા વિસ્તાર, પરમહંસ સોસાયટી, માલપુરના સાતરડા વણકરવાસ, મોડાસાના ડુગરવાડા, મોડાસાના ભેરુંડાની રાવલ ફળી, ડુગરવાડાની પટેલ ફળી, બોલુન્દ્રા વણકરવાસ, મેઘરજના મોટી મોયડી, પીપળીયા ફળી, મેઘરજની પંચવટી સોસાયટી, વાસણા સીએસસી કવોટસ, મેઘરજની જૂની વાંક નિનામા ફળી, સિસોદરાની પંચાલ ફળી, ધનસુરાના સીકા પ્રણામી વિસ્તાર, સિકાની ઉપલી ફળી, સિકાની નીચલી ફળી, માલપુરની ખાટ ફળી, માલપુર મંદિરવાળી પ્રથમ ફળી, માલપુરના પીપલાણાનો બાપુ વાસ, મેઘરજની અષાઢી ફળી, મેઘરજની ખરાડી ફળી, મેઘરજની ખરાડી ફળી, ભિલોડાના કલેકા ગામની પાંડોર ફળી, તાલુકાના માંકરોડાની કોટવાલ ફળી રામપુરીની ભગોરા ફળી, માલપુર બગીચા વિસ્તાર મોડાસાની મધુવન સોસાયટી સહિત કોરોના પોઝિટિવના 34 કેસ નોંધાયા હતા

બનાસકાંઠા જિલ્લામાં 226 કેસ, 2 દર્દીના મોત
બનાસકાંઠાના પાલનપુરમાં 93, ડીસા 72, દાંતા 37, થરાદ 16, દિયોદર 12, ધાનેરા 10, દાંતીવાડા 09, લાખણી 07, વાવ 04, ભાભર 03, અમીરગઢ 01, વડગામ 01, સૂઇગામ 01 મળી 266 કેસ નોંધાયા હતા. પાલનપુર લક્ષ્મીપુરામાં રહેતા વિધવા આશાવર્કર દેવિકાબેન પ્રજાપતિ કોરોના સંક્રમિત થતાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આ‌વ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લામાં દેવિકાબેન સહિત બેનાં કોરોનાથી મોત થયાં હતાં.

તલોદ રોજડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 11 થી 17 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન
​​​​​​​તલોદ રોજડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સાત દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં સરપંચ વી. એલ .વાઘેલા જણાવ્યા અનુસાર કોરોનાની ચેન તોડવા માટે સાત દિવસ સુધી નાના મોટી દરેક દુકાનો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. જે કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેના જોડે છે 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે અને માત્ર દૂધ અને મેડિકલ સેવા ચાલુ રહેશે.

આંતરસુબામાં માતા-પુત્રનાં કોરોનાથી મોત
વિજયનગર તાલુકાના આતરસુંબામાં વિશ્વ માતૃત્વ દિવસે જ અત્યંત દુઃખદ ઘટના બની છે. જેમાં રોહિત સમાજના ખીમજીભાઈ ભાણાજી રાઠોડના પત્ની રૂપાબેન તથા તેમનો પુત્ર શૈલેશકુમાર ખીમજીભાઈ રાઠોડ કોરોનાગ્રસ્ત થતાં ખેડબ્રહ્મા સારવાર ચાલતી હતી, જેમાં રવિવારે વિશ્વ માતૃત્વ દિવસે જ રોહિત સમાજના માતા પુત્ર બન્નેનું કોરોનાથી મોત થતા રોહિત સમાજમાં શોક છવાયો છે.

સરકારની નબળી કામગીરીના આક્ષેપ સાથે સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખનું રાજીનામું
કોરોનામાં સરકારની કામગીરી નબળી હોવાનો આક્ષેપ સાથે સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના જિલ્લા મોરચા પ્રમુખે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખને વ્હોટસેપ દ્વારા રાજીનામું મોકલી આપતા ખળભળાટ મચી ગયો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સા.કાં.અનુ.જાતિના જિલ્લા મોરચા પ્રમુખ નરેશભાઈ બી. પરમારે કોરોના મહામારી અંતર્ગત સરકાર દ્વારા નબળી કામગીરી થઈ રહી હોવાથી અને તેમના પરિવારમાં પણ કોરોના સંક્રમણ થતા સ્થાનિક કક્ષાએથી સહાય પણ ન મળતા તથા જિલ્લામાં કોરોનાને કારણે થઈ રહેલ મોતથી ખૂબ જ દુઃખની અનુભવતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખને વ્હોટસેપ દ્વારા રાજીનામું મોકલી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...