તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 12 પોઝિટિવ, 68 ને રજા અપાઈ,1 મોત

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 28 શહેરી, 146 ગ્રામ્ય મળી કુલ 174 એક્ટિવ કેસ

સાબરકાંઠામાં ગુરુવારે 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે વધુ 68 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી. જ્યારે એક વ્યક્તિનું સારવારમાં મોત થયું હતું. સાથે જિલ્લામાં 28 શહેરી 146 ગ્રામ્ય મળી એક્ટિવ કેસની સંખ્યા 174 સુધી પહોંચી છે. જેમાં 08 પુરુષ અને 04 મહિલાનો સમાવેશ થાય છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરુવારે નોંધાયેલ 12 પોઝિટિવ કેસમાંથી હિંમતનગર તાલુકાના આગીયોલમાં 79 વર્ષીય પુરુષ, જનકપુરીમાં 38 વર્ષીય પુરુષ, ગોકુલનગરમાં 55 વર્ષીય મહિલા, લક્ષ્મીવિહાર સોસા.માં 65 વર્ષીય પુરુષ, ગઢોડામાં 06 વર્ષીય બાળક, લેન્ડમાર્ક પાસે 33 વર્ષીય મહિલા, તલોદ તાલુકાના સુલતાનપુરમાં 23 વર્ષીય મહિલા, વિશ્વાસપુરા 50 વર્ષીય પુરુષ, અણીયોરમાં 37 વર્ષીય પુરુષ, ઈડરના મણિયોરમાં 30 વર્ષીય પુરુષ, ખેડબ્રહ્માના પરોયામાં 45 વર્ષીય મહિલા અને પોશીના તાલુકાના માલવાસ ખાતે 28 વર્ષીય પુરુષ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમાં 08 પુરુષ અને 04 મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...