તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:સાબરકાંઠામાં 9 સંક્રમિત સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયાં

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 શહેરી, 135 ગ્રામ્ય મળી કુલ 154 એક્ટિવ કેસ

સાબરકાંઠામાં સોમવારે વધુ 9 કોરોના કેસ નોંધાયા હતા સામે વધુ 12 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. સાથે જિલ્લામાં 19 શહેરી 135 ગ્રામ્ય મળી એક્ટિવ કેસની સંખ્યા 154 થઈ છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરની રવિપાર્ક સોસા.માં 26 વર્ષીય પુરુષ, સુંદરગઢમાં 65 વર્ષીય મહિલા, બેરણામાં 45 વર્ષીય મહિલા, ગણેશ પાર્ક સોસા.માં 67 વર્ષીય પુરુષ, પાણપુર પાટિયામાં 27 વર્ષીય પુરુષ, ઈડરના સાબલવાડ કંપામાં 35 વર્ષીય મહિલા, ખેડબ્રહ્માના માતાજી કંપામાં 54 વર્ષીય પુરુષ, પ્રાંતિજના અમરાપુરમાં 45 વર્ષીય પુરુષ અને વાઘરોટામાં 46 વર્ષીય પુરુષ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમાં 06 પુરુષ અને 03 મહિલાનો સમાવેશ થાય છે. સોમવારે તા. 07/06/2021ના રોજ સાબરકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી 18 થી 44 વર્ષના કુલ 3730 લાભાર્થીઓ અને 45 વર્ષથી વધુ વયના કુલ 1308 લાભાર્થીઓનું રસીકરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...