કોરોનાવાઈરસ:સાબરકાંઠામાં 10 કોરોના દર્દીઓ સામે 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 6, ઇડરમાં 2, તલોદ અને ખેડબ્રહ્મામાં 1- 1 જણ સંક્રમિત

સા.કાં. જિલ્લામાં મંગળવારે વધુ 10 જણાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં હિંમતનગરમાં 6, ઇડરમાં 2, તલોદ અને ખેડબ્રહ્મામાં 1- 1 વ્યક્તિ સંક્રમિત થયા હતા જ્યારે 11 દર્દી કોરોના મુક્ત બનતાં રજા અપાઈ હતી. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મંગળવારે 10 કેસ નોંધાયા હતા. દસ કેસ પૈકી હોટ સ્પોટ હિંમતનગર માં 6 કેસ નોંધાયા હતા.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં બોમ્બે સોસાયટીમાં 60 વર્ષીય મહિલા, સવગઢ તમન્ના બંગ્લોઝમાં 66 વર્ષીય પુરૂષ, નુતન સોસાયટી સહકારીજીન ખાતે 67 વર્ષીય પુરૂષ, મંગલમ સ્ટ્રીટ મહાવીરનગરમાં 26 વર્ષીય પુરૂષ, જહીરાબાદ ખાતે 60 વર્ષીય પુરૂષ, તબેલા વિસ્તાર પોલોગ્રાઉન્ડમાં 43 વર્ષીય મહિલા, ઇડરમાં વડીયાવીર-ભાણપુર ગામમાં 34 વર્ષીય પુરૂષ, મહાવીરનગર પાસે ૫૨ વર્ષીય પુરૂષ, તલોદમાં કેશવ બંગ્લોઝ હિંમતનગર રોડ પાસે 53 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મામાં દેલવાડા કંપામાં 47 વર્ષીય પુરૂષનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વડાલી SBIના મેનેજર અને કેશિયરને કોરોના થતાં બેંક 3 દિવસ માટે બંધ કરાઇ
વડાલી | વડાલીમાં જે.વી.માર્કેટમાં આવેલી SBI માં સોમવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતો ગ્રાહક આવ્યો હતો. જેની જાણ મેનેજરને થતાં શાખાના તમામ કર્મચારીઓએ મંગળવારે વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવતાં મેનેજર દિનેશ ખટીક અને કેશીયર નરેન્દ્રકુમાર પોપટલાલ સુથારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગ દ્વારા બંને કર્મચારીઓને સારવાર અર્થે ખસેડી અન્ય કર્મીઓને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. બેંક પાસે આવેલ દુકાનોમાં સેનેટાઈઝેશનની કામગીરી તેમજ સર્વે કામગીરી કરાઇ છે.તેમજ બંને કર્મીઓનાસંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...