તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાબરકાંઠમાં સૌપ્રથમવાર ગુજસીટોક અંતર્ગત 9 સામે ગુનો, 6 ની ધરપકડ કરાઇ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 જિલ્લામાં ચોરી લૂંટ, બેન્કધાડ, ખંડણી ખૂનની કોશિશના 14 ગુના આચર્યા

સાબરકાંઠામાં કાયદો અને વ્યવસ્થા નો ભંગ કરતાં તત્વો સામે પગલાં લેવા મળેલ સૂચના બાદ સા.કાં. એલ.સી.બી.એ ચાર જિલ્લામાં રાયોટિંગ, એ.ટી.એમ.ચોરી, ઓઇલ ચોરી, ખંડણી, ખૂનની કોશીષ તેમજ ગેરકાયદે હથિયારોની હેરાફેરી જેવા 14 ગુના આચરનાર 9 શખ્સો વિરુદ્ધ જિલ્લામાં સૌપ્રથમવાર ગુજસીટોક કાયદા અંતર્ગત ગુનો નોંધી 6 પૈકી 6 ને ઝડપી લીધા છે.

એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર, મહેસાણા તથા ગાંધીનગર અને અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સંગઠિત ગુના આચરવા ગેંગ બનાવી હથિયારો ધારણ કરી, કાયદો અને વ્યવસ્થા ખોરવી નાખી, રાયોટિંગના, એ.ટી.એમ.ચોરી કરવાના, ઘરફોડચોરી (બેન્કમાં) , પેટ્રોલીયમ પેદાશો (ઓઇલ)ની ચોરી, ખંડણી માગવાના, ખૂનની કોશીષ તેમજ ગે.કા. હથિયારોની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓ આચરી લોકોમાં ધાક બેસાડી ભયનુ વાતાવરણ ઉભુ કરતી.

કુખ્યાત એ.ટી.એમ.ચોરી ગેંગના સભ્યો (1) હુસેનશા ઉર્ફે ડાડા ઉર્ફે એ.ટી.એમ. કાળુશા નથુશા દિવાન (રહે.પાણપુર પાટિયા અલહુસૈની મસ્જીદ પાછળ હિંમતનગર મૂળ રહે. વિરમગામ ભરવાડી દરવાજા જૂનાસરકારી દવાખાના સામે દાઢીવાસ તા.વિરમગામ જિ.અમદાવાદ) (2) રઇશ અહેમદ ઉર્ફે રઇશમામુ ગુલામનબી મામુ (વોરા) (રહે.અલીફ મસ્જીદ માયઓન હાઇસ્કૂલ પાછળ ઈરાની સ્ટ્રીટ પોલોગ્રાઉન્ડ હિંમતનગર) (3) આસીફ ઉર્ફે રાધન રમજાની ફકીર (રહે.હાજીપુરા હુસેનીબેકરીની સામે હિંમતનગર) (4) શૈલેષજી ઉર્ફે ટીનાજી પુંજાજી પ્રતાપજી ઠાકોર (રહે. રંગપુરડા તા.કડી જિ.મહેસાણા મૂળરહે.રતનપુર તા.જિ.ગાંધીનગર) (5) ચંદુભાઇ શંકરભાઇ અંબાલાલ પટેલ (રહે.ભોયણી પટેલ વાસ જૈન દેરાસર સામે તા.દેત્રોજ જિ.અમદાવાદ) (6) ઇન્દુભા લક્ષ્મણસિંહ સોલંકી (રહે.રતનપુરા ગામ તા.દેત્રોજ જિ.અમદાવાદ) (7) ભાણજીખાન ઉર્ફે ભનીયો ઉર્ફે ભાણીયો મુરીદખાન જત મલેક (રહે.જતફળી)

પકડાયેલા 6 આરોપીઓ
(1) હુસેનશા ઉર્ફે ડાડા ઉર્ફે એ.ટી.એમ. કાળુશા નથુશા દિવાન , (2) રઇશ અહેમદ ઉર્ફે રઇશમામુ ગુલામનબી મામુ (વોરા), (3) ચંદુભાઇ શંકરભાઇ અંબાલાલ પટેલ, (4) ઇન્દુભા લક્ષ્મણસિંહ સોલંકી , (5) રંગાજી પ્રતાપજી ઠાકોર , (6) કપુરજી ઉર્ફે કપુરકાકા કરશનજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...