હુમલો:પુંસરીમાં બળદ ખેતરમાં ઘૂસતાં શખ્સને મારમાર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદના પુંસરીમાં કપાસના ખેતરમાં બળદ ઘૂસી જતાં ખેતર માલિકે ઉશ્કેરાઇ જઇ શખ્સને ખોડી વડે માર માર્યો હતો અને અન્ય ત્રણ જણાએ પણ ઉપરાણું લઇ ઘેર આવી મારી નાખવાની ધમકી આપતાં તલોદ પોલીસ સ્ટેશનમાં ચાર સામે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.10-09-21 નારોજ બપોરના સુમારે ગાંડાભાઇ છનાભાઇ વાઘેલાના બળદ ચરતાં ચરતાં કાળાભાઇ મુળાભાઇ વણકર ના કપાસના ખેતરમાં જતા રહેતા કાળાભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાંડાભાઇને ખેતરમાં પડેલ ખોડી લઇ ડાબા હાથે મારી હતી તથા મુકેશભાઇ કાળાભાઇ વણકર, હિનાબેન મુકેશભાઇ વણકર અને મનહરભાઇ પૂંજાભાઇ વણકર (તમામ રહે. પુંસરી) એ કાળાભાઇનું ઉપરાણું લઇ ગાંડાભાઇના ઘેર આવી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપતાં તલોદ પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...