તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની કડક કાર્યવાહી:સાબરકાંઠામાં એક વર્ષમાં માસ્ક ના પહેરી 55940 લોકોએ 3.79 કરોડ દંડ ચૂકવ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કફર્યૂનો ભંગ કરનાર 14684 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત પણ કરાઇ
  • કોરોનાકાળ દરમિયાન પોલીસની કડક કાર્યવાહી, 14684 જણાએ જાહેરનામાનો ભંગ કર્યો

કોરોનામાં છેલ્લા એક વર્ષમાં માસ્ક ન પહેરનાર અનેક લોકો દંડાતાં કરોડો રૂપિયાનો દંડ વસૂલાયો છે. સાબરકાંઠાની પોલીસે એક વર્ષમાં 55940 લોકોને માસ્ક વગર ઝડપી પાડી રૂ. 3,79,17,300 નો દંડ વસૂલ કર્યો છેફ તદઉપરાંત લોકડાઉન, જાહેરનામાનો ભંગ, કરફ્યૂનો ભંગ કરનાર 14684 સામે ગુનો નોંધી અટકાયત પણ કરાઇ હતી.

જિલ્લામાં માસ્ક પહેર્યા વગર હજારો લોકો પકડાયા બાદ પોણા ચાર કરોડ જેટલો અધધ દંડ વસૂલ કરાયો હોવા છતાં જિલ્લાજનો માસ્ક પહેરતાં નથી અને પ્રતિદિન માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલ કરાઇ રહ્યો છે. માસ્ક ન પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવી એસ.ઓ.પી. નું ઉલ્લંઘન કરવાથી એપ્રિલ અને મે માસ દરમિયાન કોરોના બેકાબૂ બન્યો હતો. કોરોના નિયંત્રણ માટે અમલી બનાવાયેલ લોકડાઉન અને કરફ્યૂનો ભંગ કરવામાં પણ જિલ્લાજનોએ પાછું વળીને જોયું નથી. માસ્ક ન પહેરવાની આદતને લઇને દંડની રકમ રૂ. 1000 સુધી વધારવા તંત્ર મજબૂત થયું હતું પરંતુ કોઈ ફરક જોવા મળ્યો નથી. એક વર્ષમાં કરોડો રૂપિયા ચૂકવ્યા છે.

કોરોનાનું ત્રીજુ વેવ વધુ ઘાતક બનવાની સંભાવના છે ત્યારે લોકો જાતે શિસ્તનું પાલન કરે અને દંડ તથા નોંધાયેલ ગુનાની આંકડાકીય માહિતીથી લોકજાગૃતિ બને તે જરૂરી છે. પોલીસ કાર્યવાહી કરી પ્રતિદિન લોકોના રોષનો સામનો કરે છે.

અત્યારસુધીમાં ‌‌3.79 કરોડ દંડ વસૂલાયો
સા.કાં. એસ.પી. નીરજ બડગુજરે જણાવ્યું કે અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર 55940 વ્યક્તિઓનો રૂ. 3,79,17,300 નો દંડ વસૂલાયો છે અને લોકડાઉન, કરફ્યુ જાહેરનામાના ભંગ બદલ 14291 કેસ કરી 14684 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...