હિંમતનગરને અડીને આવેલ માલીવાડા પંચાયતમાં સેંકડોની સંખ્યામાં ગેરકાયદે બાંધકામ અને ભાડુઆતો રહેતા હોવાની બૂમ ઊભી થયા બાદ પંચાયતે આધાર પુરાવા રજુ કરવા એક સપ્તાહનો સમય આપી 99 જેટલી નોટિસો આપ્યા બાદ 40 કબજેદારોએ રજૂ કરેલ વેચાણ દસ્તાવેજ સણંદોની કાયદેસરતાની પંચાયત દ્વારા ચકાસણી હાથ ધરાઇ છે.
માલીવાડા ઇન્ચાર્જ તલાટી કુલદીપસિંહ ભાટીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 99 પૈકી 40 જેટલા કબજેદારોએ દસ્તાવેજની નકલ અને સણંદ જેવા આધાર પુરાવા રજુ કર્યા છે તેની રજીસ્ટ્રાર અને મામલતદારના માધ્યમથી ખરાઈ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે,
તેમણે ઉમેર્યું કે વેરા પાવતી આકારણીને આધારે થયેલા દસ્તાવેજ કાયદાની જોગવાઇઓ મુજબ માન્ય ગણવામાં નહીં આવે નોંધનીય છે કે વર્ષ 2004-05 પછી જમીન,પ્લોટ એવોર્ડ કરવાની કોઇ દરખાસ્ત બની ન હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.