ફરિયાદ:નવાબળવંતપુરામાં પતિના મોત બાદ વિધવાને સાસરિયાંનો ત્રાસ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારી છોકરીઓ લઇ જતાં રહો કહી ત્રાસ, 6 સામે ફરિયાદ

હિંમતનગરના નવાબળવંતપુરાની ટીંબા પરણાવેલ મહિલાને પતિના મોત બાદ સસરા, વડસસરા, દિયર, દેરાણી, કાકા સસરા, કાકી સાસુએ અવ્યવહાર કરી કોઇ મદદરૂપ થાય તો તેની સાથે ઝઘડો કરી દિયરે જમીન ઉપજમાં ભાગ નહી આપી તારી છોકરીઓને લઇને અહીંથી જતા રહો અમારે તને અહીં રહેવા દેવાના નથી કહી ઝઘડો કરી માર નાખવાની ધમકી આપતાં મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સતલાસણાના ટીંબાની પરિણીતા વિષ્ણુબા વિજયસિંહ ભીખુસિંહ ચૌહાણને પતિના મોત બાદ સસરા ભીખુસિંહ લાલસિંહ ચૌહાણ, વડસસરા લાલસિંહ માનસિંહ ચૌહાણ, દિયર ચંદનસિંહ ભીખુસિંહ ચૌહાણ, દેરાણી ભાવનાબા ચંદનસિંહ ચૌહાણ, કાકા સસરા જગતસિંહ લાલસિંહ ચૌહાણ અને કાકી સાસુ લીલાબા જગતસિંહ ચૌહાણ (તમામ રહે. દરબાર ગઢની સામે ટીંબા (તારંગા) તા. સતલાસણા) એ વિષ્ણુબા સાથે અવ્યવહાર કરી કોઇ મદદરૂપ થાય તો તે માણસની સાથે બોલાચાલી ઝઘડો કરી નજીવા કારણોસર માનસિક ત્રાસ આપતા હતા અને દિયર ચંદનસિંહે જમીનની ઉપજમાં ભાગ નહી આપી તથા વિષ્ણુબા આર્થિક મદદ કરવા કહે તો મનફાવે તેમ ગાળો બોલી મારઝૂડ કરી તમામે કહ્યુ કે તારી છોકરીઓને લઇને અહીથી જતા રહો અમારે તને અહી રહેવા દેવાની નથી તેમ કહી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે કાઢી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...