ત્રાસ:ઇડરની પરિણીતા ઉપર સાસરિયાએ ત્રાસ ગુજારતાં પતિ સહિત સામે ગુનો

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને કામ બાબતે મ્હેણાં ટોણાં મારતા હતા

મૂળ રાજસ્થાનના કેશરીયાજીની અને ઇડરમાં રહેતી પરિણીતાને પતિ, સાસુ, બે જેઠ સહિતનાઅે ત્રાસ ગુજારતાં પરિણીતાએ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કેશરીયાજીની પરિણીતા કિરણબેન ગજેન્દ્રકુમાર શાહ ઇડરની મહાવીરનગર સોસાયટીમાં રહે છે તેના પતિ કુવૈત નોકરી કરતા હોવાથી દોઢ કે અઢી વર્ષે રજા મળતા ઘેર આવે છે. પરિણીતા અગાઉ રાજસ્થાન ભુધર તા. કેશરીયાજીમાં સાસુ શારદાબેન ઉત્તમચંદ શાહ, જેઠ અરવિંદભાઇ તથા તેમની પત્ની સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.

પરંતુ અવાર નવાર સાસુ, જેઠ વગેરે ઘરકામ બાબતે ઝઘડો કરી મહેણાટોણા મારતા હોવાથી કિરણબેને પતિ ઘેર આવતા આ અંગે વાત કરતામારી ત્રાસ ગુજાર્યો હતો. જેથી કિરણબેને મહિલા સહાયતા કેન્દ્ર માં અરજી આપતાં દર મહિને રૂ.6 હજાર ખર્ચ આપતા હતા. તા.10-12-21 ના રોજ પતિ ગજેન્દ્રકુમાર કુવેતથી ઇડર આવ્યા હતા. પરંતુ જેઠ અરવિંદભાઇ શાહના ઘેર રહેવા જતા રહેતા કિરણબેન સાડા ચારેક વાગ્યે જતાં પતિએ મારે તારી સાથે રહેવુ નથી, તુ ઘર ખાલી કરીને હાલ નીકળી જા કહ્યુ હતુ તથા સાસુ અને જેઠે પણ મહેણા મારી કાઢી મૂક્યા હતા ત્યાબાદ કિરણબેને હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...