તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યાનો પ્રયાસ:કરણપુર ગામમાં મોટા પપ્પાએ દિવ્યાંગ ભત્રીજાને ધમકી આપતાં ફિનાઇલ પીધું

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉઘરાણીના મામલે ધમકી આપી, સારવાર બાદ ફરિયાદ નોંધાવી

હિંમતનગરના ગાંભોઇ નજીકના કરણપુરમાં દિવ્યાંગ ભત્રીજાને ઉઘરાણીના મામલે ગાંભોઇમાં ધમકી આપતાં લાગી આવતાં કરણપુર જઇ ફિનાઇલ ગટગટાવતાં તબિયત લથડતા સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાયો હતો. સારવાર બાદ સાજા થતાં તેણે મોટા પપ્પા સામે ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.કરણપુરના દિવ્યાંગ સંજયકુમાર ઘનશ્યામભાઇ સોની (23) આંખે 90 ટકા અંધાપો ધરાવે છે. જેથી પિતા ઘનશ્યામભાઇ સાથે રહી મોટાભાઇ કૌશિક (26) સાથે જીવન ગુજરાન ચલાવે છે. તા.20 જૂનના રોજ સંજય તેના પિતા સાથે ગાંભોઇ ગયો હતો.

ત્યારે તેના પિતાના મોટાભાઇ રાધેશ્યામભાઇ મોહનભાઇ સોની (રહે.ગાંભોઇ)એ ઉઘરાણીના મામલે રાધેશ્યામભાઇ ઉઘરાણી ન કરે તેમ કહી ધમકી આપી હતી. તારા પિતાને કહેજે કે ઉઘરાણી કરવાનું બંધ કરે નહિં તો જાનથી મારી નાખીશ. સંજયએ તેમને અવાજ ઉપરથી ઓળખી કાઢ્યા હતા. જે વાત તેણે પિતાને કરી હતી અને ઘેર જઇ તેને લાગી આવતાં ફિનાઇલ પી લેતાં તબિયત લથડતાં હિંમતનગર સિવિલમાં લઇ જવાયો હતો. સારવાર બાદ સાજા થતાં તેણે ગાંભોઇ પોલીસમાં મોટા પપ્પા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...