દુષ્કર્મ:જાલીયા ગામમાં મૈત્રી કરાર કરી રહેતી યુવતી પર યુવકના મિત્રે દુષ્કર્મ આચર્યું

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રે દુષ્કર્મ આચર્યાની વાત કરતાં મૈત્રી કરાર તોડી નાખવાની ધમકી

ઇડરના જાલીયામાં મૈત્રી કરાર કરી રહેતી તલોદની 33 વર્ષીય યુવતીએ મૈત્રી કરાર કરનાર શખ્સના મિત્રએ દુષ્કર્મ આચર્યાની જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનારના જણાવ્યાનુસાર છેડછાડ અને દુષ્કર્મ અંગે વાત કરવા છતાં મૈત્રી કરાર તોડી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તલોદ તાલુકાની 33 વર્ષીય યુવતી છેલ્લા નવેક વર્ષથી જાલીયા પાટિયા પાસે હનુમાનજી મંદિરમાં રહેતા સીતારામ શરણ રામદેવશરણ શુક્લા સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. છેલ્લા ત્રણેક વર્ષથી દાંતીવાડાના નાંદોત્રાના ઝારખંડેશ્વર મહાદેવ મંદિરનો કૈલાશપુરી નામનો બીજો બાવો જાલીયા હનુમાનજી મંદિરે રહેતો હતો અને તાજેતરમાં યુવતી પ્રત્યેની બદદાનત બહાર આવી હતી. સતત બે દિવસ સુધી યુવતી સાથે અડપલાં કરતાં યુવતીએ સીતારામ શરણને ફરિયાદ કરી હતી.

પરંતુ સીતારામ શરણે કહ્યું કે કૈલાશપુરી મારો મિત્ર છે તે જેમ કરે તેમ કરવા દેજે નહી તો મૈત્રી કરાર તોડી નાખીશ જેને પગલે કૈલાશપુરીની હિંમત ખૂલી જતાં તા. 09-06-21 ના રોજ રાત્રે 11 વાગ્યે યુવતીની માનસિક બિમારીને પગલે ઊંઘની ગોળી લઈને સૂઈ રહી હતી તે દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું જેની વાત કરતાં સીતારામ શરણે કહ્યું કે આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ. યુવતીએ જાદર પોલીસનું શરણ લેતા સીતારામ શરણને ઝડપી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયેલ કૈલાશપુરીને પકડવા તજવીજ હાથ ધરી હોવાનું જાદર પીએસઆઇ એસ.ડી. ચાવડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...