તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડરના ગોરલમાં પંદરેક દિવસ અગાઉ રાત્રિ દરમિયાન રૂ.1.10 લાખના ખાતર અને ખેત ઓજારોની ચોરી કરી પલાયન થઇ ગયેલ દાહોદ જિલ્લાના ચાર ખેતમજૂર સામે ખેતર માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડરના લક્ષ્મણપુરા ગામના નારાયણભાઇ ગીરધરભાઇ પટેલના ગોરલ ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાંથી તા.14-12-20 ની રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રીક મોટર પંપ, 15 દાતરડા, 10 પાવડી, ધારીયુ, કુહાડી જેવા ખેતઓજારો અને એમોનીયમ સલ્ફેટ ખાતરની 10 થેલી,
યુરીયા ખાતરની 8 થેલી, 121316 ખાતરથી 5 થેલી, 1234 ખાતરની 2 થેલી, 13045 ખાતરની 10 થેલી, દવા છાંટવાના 3 પંપ, એલપીજી ગેસ સિલિન્ડર, બે પંખા કુલ કિંમત રૂ. 1.10 લાખના ખેત ઓજાર અને ખાતરની ચોરી કરીને ખેતરમાં ખેતમજૂર તરીકે કામ કરતાં જીવાભાઇ વેચાતભાઇ ડામોર, વિક્રમભાઇ જીવાભાઇ ડામોર, અરવિંદભાઇ જીવાભાઇ ડામોર અને દિનેશભાઇ કાળુભાઇ ડામોર (તમામ રહે. મોટી નાદૂકોણ તા. ફતેપુરા જી. દાહોદ) ચોરી કરીને પલાયન થઇ ગયા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.