ફરિયાદ:ઇડરના ભીલવાસમાં અદાવતમાં મહિલાને માથામાં પાઇપ ફટકારી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છૂટા પથ્થરો મારતાં 4 સામે ફરિયાદ નોંધાઇ

ઇડરના ભીલવાસમાં મહિલાને જૂની અદાવતને પગલે શખ્સે અપશબ્દો બોલી માથામાં પાઈપ મારી અન્ય ત્રણ જણાએ છૂટા પથ્થરો મારતાં ઇડર પોલીસ સ્ટેશનમાં 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તા. 15-09-20 ના રોજ રાત્રે દસેક વાગ્યાના સુમારે ભાવનાબેન વિનોદભાઈ માજીરાણા તેમની માતા અને મોટી બહેન સાથે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા.

ત્યારે દશરથભાઈ મણીલાલ ભીલ, મોહનભાઈ મણીલાલ ભીલ, સોનલબેન દશરથભાઈ ભીલ અને સતીબેન મોહનભાઈ ભીલ આવી પહોંચ્યા હતા અને અઢી મહિના પહેલા દશરથભાઈના નાના ભાઈ બળદેવભાઈનો દીકરો તેમની મોટી બહેનની દીકરી ને ભગાડીને લઈ ગયો હોવા અંગે જે તે સમયે ભાવનાબેને પૂછપરછ કરી હતી. તે બાબતની અદાવત રાખી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી ભાવનાબેન અપશબ્દો બોલવાની ના પાડતાં દશરથભાઈ મણીલાલ ભીલે માથામાં લોખંડની પાઇપ મારી હતી તથા મોહનભાઈ, સોનલબેન અને સતીબેને છૂટા પથ્થરો માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...