તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતા:હિંમતનગરમાં કેનાલફ્રન્ટ પર પાલિકાએ 16 ઝૂંપડાનું દબાણ દૂર કરતાં 16 પરિવાર નોંધારા

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિસ્થાપિત થયેલ પરિવારોની મહિલાઓએ વિકટ સમસ્યા વચ્ચે પણ હસતા મોઢે  છાજીયા લઇ રોષ વ્યકત કર્યો - Divya Bhaskar
વિસ્થાપિત થયેલ પરિવારોની મહિલાઓએ વિકટ સમસ્યા વચ્ચે પણ હસતા મોઢે છાજીયા લઇ રોષ વ્યકત કર્યો
  • ચોમાસા પૂર્વે જ નોંધારા બનેલા પરિવારોને બાળકોને લઈને હવે ક્યાં જવું તેની ચિંતા

હિંમતનગરના છાપરીયા કેનાલ ફ્રન્ટ ઉપર સોમવારે સવારે પાલિકાએ 16 દબાણ દૂર કરતાં 16 પરિવારો હતપ્રભ બની ગયા હતા અને ભારે આક્રોશ ઠાલવ્યો હતો ચોમાસા પૂર્વે જ નોંધારા બનેલા પરિવારો બાળકોને લઈને હવે ક્યાં જવું તેની ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા.

કેનાલ પટ્ટીમાં છાપરીયા ચાર રસ્તા નજીક ઝૂંપડાં બાંધી ગરીબો પરિવાર સાથે વસવાટ કરતા હતા. સોમવારે સવારથી જ પાલિકા પ્રશાસન ઝૂંપડાઓનું દબાણ દૂર કરવા પહોંચી જઇ તમામ ઝૂંપડા હટાવતા 16 પરિવારોની મહિલાઓમાં આક્રોશ ચરમે પહોંચતા પ્રશાસનના છાજીયા લીધા હતા. વિસ્થાપિત પરિવારની મહિલાઓએ રોષ પૂર્વક જણાવ્યું કે વરસાદ આવી ગયો છે નાના બાળકોને લઈને ક્યાં જઈએ ? અહીં ગંદકી માં પડ્યા રહ્યા હતા ગંદકીમાં પણ રહેવા દેતા નથી ભીલવાસમાં જવાનું કહે છે પરંતુ ત્યાં અડ્ડા ચાલે છે અમારી સુરક્ષાનું શું? પાલિકા પ્રમુખ યતીનબેનેજણાવ્યું કે કેનાલ ફ્રન્ટ પર દબાણ હતું છતાં વૈકલ્પિક વ્યવસ્થા માટે કહેવામાં આવ્યું હતું. સમજ આપીને ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...