તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:હિંમતનગરમાં શખ્સે ચારને સરકારી નોકરી અને સાપ્તાહિક પેપરની મંજૂરીની લાલચ આપી ઠગ્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્મીમેનની ઓળખ આપી 4 વ્યક્તિઓ પાસેથી રૂ.76 હજાર પડાવી લીધા

હિંમતનગરમાં શખ્સે આર્મીમેનની ખોટી ઓળખ આપી શખ્સને સાપ્તાહિક પેપરની મંજૂરી અને 3 જણને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી તબક્કાવાર રૂ.76 હજાર મેળવી લઇ પેપરની મંજૂરી અને નોકરી ન અપાવનાર શખ્સ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

હિંમતનગર માલીવાડાના હુસેનાબાદમાં રહેતા મીરખાન ભીખનખાન મકરાણી(38)એ આપેલી ફરિયાદની માહિતી મુજબ તેમને મલય ભાલચંદ્ર ચોક્સી નામના શખ્સે ગૃહ વિભાગ,ભારત સરકારનું આઇ કાર્ડ બતાવી પોતે આર્મીના નેવી વિભાગનો નિવૃત્ત અધિકારી હોવાની ઓળખ આપી હાલમાં તેને એક્ષટેન્શન મેળવી અઠવાડિયામાં કેટલાક દિવસ દિલ્હી ગૃહ વિભાગમાં અને કેટલાક સચિવાલય ગાંધીનગરમાં બેસતા હોવાનું અને અનુભવને આધારે બેરોજગારોને તાલીમ આપવા માલીવાડાના ઝેડ પોઇન્ટ કોમ્પલેક્ષમાં ક્લાસીસ ચલાવતા હોવાનું જણાવી મીરખાન મકરાણીને વિશ્વાસમાં લઇ તેમના દ્વારા પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક પેપરની મંજૂરી અપાવવાની લાલચ આપી રૂ. 10,000/- લીધા હતા.

ઉપરાંત વાહિદ જમીરભાઇ રાજપુરાને રેલ્વેમાં ઓપરેટરની નોકરી અપાવવા રૂ.30,000/- લીધા હતા. મુનાફખાન ફિરોજખાન પઠાણને સચિવાલય ગાંધીનગરમાં નોકરી અપાવવા રૂ.25,000/- રાયણભાઇ નાગજીભાઇ પરમારને નેવીમાં નોકરી અપાવવા દસ્તાવેજો લઇ રૂ.11,360/- મળી મલય ચોક્સીએ ચારેય જણ પાસેથી કુલ રૂ.76,360/- પડાવી લઇ કોઇ મંજૂરી કે નોકરી ન અપાવતાં મીરખાન મકરાણીએ તેની સામે ગુરુવારે હિંમતનગર બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...