તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:હિંમતનગર ઠાકોર સમાજમાં મરણ પછી દેહ પર કપડું ઓઢાડવાની પ્રથા બંધ કરાઈ

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનો-યુવાનોના પ્રયાસથી કુરિવાજ નાબૂદીનો પ્રારંભ

વિવિધ સમાજમાં ચાલતા રીતરિવાજને વર્તમાન પેઢી દ્વારા અલગ રીતે મુલવવાનું શરૂ થયું છે અને આ રીત રિવાજોમાં અન્ય માટે મદદરૂપ થાય તેવી રીતે પરિવર્તન કરાઇ રહ્યું છે. હિંમતનગર ઠાકોર સમાજ દ્વારા મરણ પછી કપડું ઓઢાડવાની પ્રથા બંધ કરી નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કરાયો છે. હિંમતનગર ઠાકોર સમાજમાં મરણ પછી કપડું ઓઢાડવાની પ્રથા છે. જે મૃતકના પરિવારને કામમાં આવતું નથી અને સંખ્યાબંધ લોકો આ રિવાજ માટે ખર્ચ કરે છે.

હિંમતનગર શહેરના શક્તિનગરમાં કાલિકા સેવા મંડળ અને સમાજના આગેવાનો, યુવાનોએ કરણસિંહ સોમસિંહ પરમાર ઉ.વ. 35નું અવસાન થતાં મરણ પછી ઓઢાડવામાં આવતાં કપડાં અંગે નિર્ણય લેવા બેઠક કરી હતી. ભવાનસિંહ મુખી, ગોપાલસિંહ ઠાકોર, કમલેશસિંહ ચૌહાણ, જગતસિંહ ચૌહાણ, અજયસિંહ પરમાર, રાજુસિંહ રાઠોડ વગેરેએ જણાવ્યું કે કપડું ઓઢાડવાની પ્રથા કાયમી ધોરણે બંધ કરવાનો સર્વ સંમતિથી નિર્ણય લેવાયો હતો અને તેની જગ્યાએ ખર્ચ જેટલી રોકડ રકમ એકઠી કરી મૃતકના પરિવારને આપવાનું ઠરાવાયું હતું.

તેમણે ઉમેર્યું કે એક કપડું પિયરનું અને એક કપડું સાસરી પક્ષનું ઓઢાડવામાં આવશે અને હિંમતનગરના શક્તિનગર ઠાકોર સમાજના તમામે સ્વેચ્છાએ કુલ રૂ. 6600 એકઠા કરી મૃતકના પરિવારને અપાયા છે. સમાજના અગ્રણીઓએ યુવાનોના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...