તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:હિંમતનગરમાં પૂરતો વેક્સિનનો ડોઝ ન આવતાં લોકો રસી લીધા વિના પાછા ફર્યા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજના 10 હજારના વેક્સિનેશન લક્ષાંક કરતાં ઓછા રસીના ડોઝ આવે છે

સાબરકાંઠા આરોગ્યતંત્ર દ્વારા સોમવારથી લઘુત્તમ 10 હજારના નાગરિકોના વેક્સિનેશનનું લક્ષાંક નક્કી કરી સરેરાશ 100 સેશન સાઇટ પર રસીકરણ શરૂ કરાયું છે. પરંતુ વેક્સિનના શોર્ટ સપ્લાયને કારણે સાઇટ પર આવેલા લોકો વેક્સિન લીધા વગર પરત જવા મજબૂર બની રહ્યા છે જોકે આરોગ્ય તંત્ર દ્વારા પર્યાપ્ત જથ્થો હોવાનું દાવો કરાઇ રહ્યો છે.

જિલ્લામાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીનો જથ્થો આવી રહ્યો છે અને પ્રથમ તથા બીજો ડોઝ અપાઈ રહ્યો છે સપ્તાહના પ્રારંભે પર્યાપ્ત વેક્સિન મળી રહ્યા બાદ બે એક દિવસથી વેક્સિનના સપ્લાયમાં ઘટ આવી છે. ગુરુવારે 6 હજાર અને શુક્રવારે 10 હજાર જેટલા વેક્સિનના ડોઝ આવ્યા હતા.

આરોગ્ય વિભાગ પ્રતિદિન 10 હજારના લક્ષાંક સાથે કામગીરી કરી રહ્યું છે. બીજો ડોઝ લેવાનો હોય તેમને પણ મેસેજ આવી રહ્યા છે બપોર પછી પ્રથમ અને બીજો ડોઝ લેવા જતા નાગરિકોને વેક્સિન લીધા વગર પરત ફરવું પડી રહ્યું છે. હિંમતનગર શહેરની મદ્રેસા હાઈસ્કૂલ વેક્સિન સાઇટ પર બપોર પછી 40 થી વધુ લોકો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં બપોરે ખબર પડી કે 30 જ ડોઝ વધ્યા છે.

હિંમતનગરના તા.પં.સંકુલના સેન્ટર પર પણ લોકો વેક્સિન લીધા વગર પરત ફર્યા હતા.ગુરુવારે સાંજે માત્ર છ હજાર ડોઝ આવ્યા હતા જે લક્ષ્યાંક સામે 4000ની ઘટ દર્શાવે છે અને શુક્રવારે સાંજે 10 હજાર ડોઝ આવ્યા હતા. તેમ છતાં શનિવારે વેક્સિન લીધા વગર અનેક લોકોને પરત ફરવું પડયું હતું. હિંમતનગર સિવિલમાં પણ શનિવારે માત્ર 100 ડોઝ ફાળવાયા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે શનિવારે 93 વેક્સિન સાઇટ પર કામગીરી ચાલી રહી છે. શોર્ટ સપ્લાયની કોઈ સમસ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...