ગંદકીનું સામ્રાજ્ય:હિંમતનગરના પેઢમાલામાં ગંદકીથી પ્રજા ત્રસ્ત, તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પગલાં લેવાતા નથી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં કૂવા પાસે ગટરલાઈન લીકેજ થવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે અસહ્ય દુર્ગંધ મારે છે અને ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ગંદકી દૂર કરવા રજૂઆતો કરવા છતાં પગલા ન લેવાતાં ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનો આ ગંદકી દૂર કરવા માંગ કરી રહ્યા છે.

સા.કાં. જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં ચોમેર અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે. ગામના કૂવા પાસે ગટરલાઈન લીકેજથી પારાવાર ગંદકી ફેલાઇ છે. જેનાથી ગ્રામજનોને ત્યાંથી પસાર થવા માટે નાક ના ટેરવા દબાવવા પડી રહ્યા છે. આ ગંદકીનું સામ્રાજ્ય એટલુ વધી ગયુ છે કે ગામમાં ડેન્ગ્યુ , મલેરિયા જેવા પાણીજન્ય જીવલેણ રોગચારો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે.

ગંદકી હટાવવા માટે ગ્રામજનો દ્વારા પંચાયત તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હોવાથી ગ્રામજનો રોષે ભરાયા છે અને સત્વરે આ ગંદકી દૂર કરવા માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...