તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:હિંમતનગરમાં પરિણીતાએ ઘરે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિ, બે પુત્રો અને સાસુ વિરુદ્ધ દુષ્પ્રેણ અંતગર્ત ફરિયાદ નોંધાઇ

હિંમતનગરના કાટવાડ રોડ પર રહેતી 42 વર્ષીય પરિણીતાએ સપ્તાહ અગાઉ ગળે ફાંસો લગાવી ઘરમાં જ જીવન ટૂંકાવી લેવાના કિસ્સામાં મૃતકની માતાએ જમાઈ, વેવાણ અને બે ભાણીયાના મરવા સુધીના દુષ્પ્રેરણ કરવા અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મોતીપુરા ભાટવાસમાં રહેતા રાજીબેન શંકરભાઈની દીકરી ગીતાબેનના 24 વર્ષ અગાઉ કાટવાડ રોડ પર ગોગાનગરમાં રહેતા પ્રવિણભાઇ ભગાજી ભાટ સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. રાજીબેનના જણાવ્યાનુસાર છેલ્લા એક વર્ષથી ગીતાબેન જ્યારે પણ તેમને મળવા આવતા ત્યારે પતિ, બે દીકરા અને સાસુ મફીબેન ઝઘડા કરી મારમારી તું ક્યાંક જઈને મરીજા તેમ કહી અવારનવાર ધૂત્કારતા હોવાનું કહેતાં હતા.

તા. 27-07-20ના રોજ ગીતાબેન તેમના ઘેર આવ્યા હતા અને પતિ પ્રવિણભાઈ, બે દિકરા તથા સાસુ મફીબેને મારી પૈસા લેવા મોકલ્યાનુ જણાવતા રાજીબેને હાલ પૈસા ન હોવાનું કહેતા ગીતાબેનને કહ્યું હતું કે પૈસા નહીં આપો તો મારા ઘરના મારશે, હવે ત્રાસ સહન નથી થતો એટલે મરી જવુ છે રાજીબેન સમજાવીને ગીતાબેનને પરત મોકલ્યા હતા.29-07-20 ના રોજ સવારે આઠેક વાગ્યે સમાચાર મળ્યા હતા કે ગીતાબેને ઘરમાં જ ગળે ફાંસો લટકાવી જીવનનો અંત આણ્યો હતો. બીડિવિઝન પોલીસમાં રાજીબેને જમાઈ, બે ભાણીયા અને વેવાણે ત્રાસ ગુજારી મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વિરુદ્ધ આઇપીસી 306 અંતર્ગત ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...