તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવારે હિંમતનગર પાલિકામાં ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના પ્રત્યાશીઓને સાચવી રાખવા અશક્ય બની રહ્યુ હતું અને 9 વોર્ડ પૈકી 5 માં 7 કોંગી ઉમેદવારો પાણીમાં બેસી જઇ ફોર્મ પરત ખેંચતાં ભાજપની 5 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી ભાજપે ડરાવી, ધમકાવી, લાલચો આપી ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરાઇ રહ્યો છે. વર્ષ 2010 માં 3 થી વધુ બેઠકો બિનહરીફ થઈ હતી.
શનિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ કોંગ્રેસના માન્ય રહેનાર ઉમેદવારોને બેસાડી દેવા પ્રયાસ હાથ ધરાયા હતા કોંગ્રેસ દ્વારા શરૂઆતથી જ આક્ષેપ થઇ રહ્યો હતો કે તેમના ઉમેદવારોને ભાજપ દ્વારા ડરાવી ધમકાવી પ્રલોભનો આપવા સહિતના હથકંડા અપનાવાઇ રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યા હતા. સવારથી જ ફોર્મ પરત ખેંચાવવાની પ્રોસેસ શરૂ થઇ ગઇ હતી અને બપોરે ત્રણ વાગ્યા સુધી છેલ્લી ઘડીએ પણ વધુને વધુ ઉમેદવારોને બેસાડી દેવા પ્રયાસો જારી રાખ્યા હતા.
કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપની 5 બેઠકો બીનહરિફ જાહેર થઇ હતી. વોર્ડ-5માં કોંગી ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા છતાં મહિલા ઉમેદવારોને બિનહરીફ કરવાની ભાજપની રણનીતી નિષ્ફળ નીવડી હતી. બીનહરીફ થવા ફોર્મ પરત ખેંચાવ્યા, ચૂંટણી તો લડવી જ પડશે
થીન્ક ટેન્કને કાયદાની પછડાટ
હિંમતનગર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી જંગ શરૂ થઇ ગયો છે ત્યારે હરીફ ઉમેદવારોને ચૂંટણી શરૂ થાય તે પહેલા જ હટાવી લેવાની ભાજપની રણનીતી આંશિક સફળ રહી હતી અને કાયદાની જોગવાઇઓનુ પુરૂ જ્ઞાન ન રહેવાને કારણે કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવા છતાં ભાજપની થીન્ક ટેન્કને પછડાટ મળી છે વોર્ડ નં-2 માં એક પુરૂષ ઉમેદવાર અને વોર્ડ નં-5 માં એક મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ હતુ પરંતુ બંને વોર્ડમાં ત્રણ - ત્રણ ઉમેદવારો વચ્ચે બે - બે બેઠકનો જંગ થશે.
નોડલ અધિકારી યતીન ચૌધરીએ જણાવ્યુ કે કાયદાની જોગવાઇ અનુસાર વોર્ડ નં-2 માં બે સામાન્ય બેઠક પર બે કરતા વધુ ઉમેદવાર અને વોર્ડ નં-5 માં એસટી મહિલા અનામત બેઠક પર બે મહિલા ઉમેદવાર અને એક સામાન્ય સ્ત્રી બેઠક પર એક મહિલા ઉમેદવાર છે કાયદાની જોગવાઇ અનુસાર ત્રણ મહિલા ઉમેદવાર વચ્ચે બે બેઠક માટે ચૂંટણી થશે.
ધાક ધમકી અને પૈસાની ગંદી રાજ રમત કરી રહ્યા છે
મંગળવારે કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાના મામલે તીવ્ર પ્રત્યાઘાત આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યુ કે ધાક ધમકી, પૈસાની ગંદી રાજરમત કરી બહુ ખરાબ રીતે ઉમેદવારોના પરિવારોને પણ દબાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાકને ધંધાના નામે કે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી શહેરના લોકોએ આ સમજવાની જરૂર છે.
બિનહરીફ ભાજપના ઉમેદવાર
1. ચેતનાબેન મુકેશકુમાર શાહ વોર્ડ-2
2. વર્ષાબેન ભરતકુમાર મીસ્ત્રી વોર્ડ-2
3. શિલ્પાબેન બ્રીજેશભાઇ પટેલ વોર્ડ-9
4. જીનલબેન હિતેશભાઇ પટેલ વોર્ડ-9
5. સવજીભાઇ ગેનાજી ભાટી વોર્ડ-6
આમણે ફોર્મ પાછા ખેંચ્યા
1. ભાવીકાબેન જયંતીભાઇ જોષી વોર્ડ -2
2. રમીલાબેન ધૂળાભાઇ થોરી વોર્ડ -2
3. હેમંતકુમાર કનૈયાલાલ સોની વોર્ડ ન2
4. વાઘેલા રેખાબેન ડાહ્યાભાઇ વોર્ડ -5
5. બારોટ કમલેશકુમાર હેમાજી વોર્ડ -6
6. એક ફોર્મ ભર્યુ જ ન હતુ -વોર્ડ ન9
7. ઝાલા કૈલાસબેન ચેતનસિંહ વોર્ડ નં-9
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.