છેતરપિંડી:હિંમતનગરમાં વેપારીને ફોનમાં લીંક મોકલી 1.11 લાખમાં ઠગ્યો

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસ્ટમર કેરમાંથી બોલું છું તેમ કહી લીંક મોકલી આઇડી સબમીટ કરાવી વેપારીને છેતરી લીધો

હિંમતનગરના શક્તિનગર વિસ્તારમાં વેપારી સાથે કસ્ટમર કેરમાંથી બોલું છું કહી વિશ્વાસમાં લીધા બાદ મોબાઇલમાં લીંક મોકલી આઈ.ડી. સબમીટ કરાવી અજાણ્યા શખ્સે અંદાજે રૂ. 1.11 લાખથી વધુનો ઉપાડી લેતાં છેતરપિંડી કર્યાની ફરિયાદ સોમવારે હિંમતનગર એ ડિવિઝનમાં નોંધાઇ હતી.

હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં બાર બંગલાની સામે રહેતા આકાશ ઇશ્વરભાઇ જેઠવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 9 મેના રોજ તેમને અજાણ્યા શખસે મોબાઇલ નં. 6205998731 પરથી બેંક કસ્ટમર કેર માંથી બોલું છું તેમ કહી ઓળખ આપી આકાશને વિશ્વાસમાં લીધા બાદ અજાણ્યા શખ્સે લીંક મોકલી તેમાં મોબાઈલ નંબર તથા યુઝર આઇ.ડી. સબમીટ કરાવ્યા હતા. ત્યારબાદ આ શખ્શે આકાશ જેઠવાણીના બેંક એકાઉન્ટ નંબર15989888009095 ના ખાતા માંથી અંદાજે રૂ. 1,11,998 નો ઓનલાઈન ઉપાડ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જે બદલ આકાશ જેઠવાણીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...