તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હિંમતનગરમાં નંબર વગરના બાઇક સાથે પકડાયેલા શખ્સે 6 વાહનોની ચોરી કબૂલી

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડબ્રહ્મા, વિજાપુરના માઢી અને શિણોલની ચોરી કબૂલી

હિંમતનગરના બસ સ્ટેન્ડ આગળથી નંબર વગરનું બાઇક લઇને નીકળેલ શખ્સની પૂછપરછ કરતાં શંકાસ્પદ વર્તણુકને લઇ અટક કરી વધુ તપાસ હાથ ધરતાં ભાંગી પડ્યો હતો અને તેના મિત્ર સાથે મળી 4 બાઇક એક્સેસ અને એક ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

એસઓજી પીઆઇ યોગેન્દ્રસિંહ રાઠોડે વિગત આપતા જણાવ્યુ કે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી નંબર વગરના બાઇક સાથે ઝડપાયેલ કાળુસિંહ જગતસિંહ મકવાણાની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે આ બાઇક તેણે તેના કુટુંબીભાઇ વિજયસિંહ કડવુસિંહ મકવાણા સાથે મળી એક માસ અગાઉ ખેડબ્રહ્મા જવા દરમિયાન ફાર્મ કોર્ટ નામની મગફળીની કંપની આગળથી ચોરી કરી હતી તદ્દપરાંત ખેડબ્રહ્માથી પણ બંને એ એક બાઇકની ચોરી કરી હતી. વિજયસિંહ કડવુસિંહ મકવાણા અને વિપુલસિંહ જગતસિંહ મકવાણાએ વિજાપુરના માઢીમાંથી એક બાઇક અને હિંમતનગરના સુરજપુરામાંથી ટ્રોલી અને એક્સેસની ચોરી કરી હતી જ્યારે કાળુસિંહ અને વિજયસિંહે બે માસ અગાઉ ધનસુરાના શિણોલ નદીના ઢાળમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

ઇડરમાંથી બાઇક ચોર ગેંગનો સાગરિત ઝડપ્યો
સાબરકાંઠા એલસીબીએ ગત તા. 04-02-21 ના રોજ ઇડરના જલારામ મંદિર નજીકથી નંબર વગરનુ બાઇક લઇને નીકળેલ શખ્સને ઝડપી બાઇકના પેપર્સ વગેરેની પૂછપરછ કરતાં ચોરીનુ બાઇક હોવાની શંકા જતાં અટક કરી વધુ પૂછપરછ કરતાં વિક્રમભાઇ ઉર્ફે વીરૂભાઇ સાયબાભાઇ ફૂલાભાઇ ખેર (રહે. સૌન્દ્રફ નયાવાસ તા. કોટડા ઉદેપુર ) ભાંગી પડ્યો હતો અને આ બાઇક તેના કુટુંબીભાઇ રાહુલભાઇ બીજુરામ જેમાલા ખેરે આપ્યાનુ જણાવ્યુ હતુ તથા ઇડરની ધરતી હોસ્પિટલ અને બજારમાં આરામગૃહ પાસેથી બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો