સર્વે માટે સૂચના:હિંમતનગરમાં જાહેરમાં નોનવેજની લારીઓ બંધ કરવાની હિલચાલ શરૂ

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના તમામ 8 વોર્ડના જમાદારોને સર્વે માટે નગરપાલિકા દ્વારા સૂચના અપાઇ
  • આડશ વિના ખુલ્લામાં જાહેરમાં આવી પ્રવૃત્તિ ચાલતી હશે તો લારીઓ હટાવાશે​​​​​​​

થોડા સમયથી જાહેરમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લાદવાનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ગાજી રહ્યો છે. ત્યારે હિંમતનગર શહેરમાં પણ જાહેરમાં નોનવેજ વેચાણ પર તવાઇ લાવવા હિલચાલ શરૂ થઇ ગઇ છે અને શહેરના તમામ 8 વોર્ડના જમાદારોને સર્વે માટે સૂચના અપાઇ છે. ધાર્મિક લાગણી સાથે સંકળાયેલ આ મુદ્દો ઘણા વર્ષોથી દબાયેલો હતો બીજી તરફ રોજગારીનો પ્રશ્ન પણ પડકારરૂપ બને તેમ છે. જો કે પાલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય સદસ્યોની બેઠક બાદ કરાશે.

રાજ્યના મહાનગરોમાં જાહેરમાર્ગો પર નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે અને ધાર્મિક લાગણી દુભાવાનો ઘણા વર્ષોથી દબાઇ રહેલ મુદ્દે હવે રાજ્યની અન્ય પાલિકાઓ પણ મેદાને પડી છે અને જાહેરમાર્ગો પર અડીંગો જમાવી ખુલ્લામાં નોનવેજ વેચાણ કરી ધાર્મિક લાગણી દુભાવવા સહિત પ્રદૂષણ, ટ્રાફિક સમસ્યા, આંખો અને ગળામાં બળતરા જેવી સમસ્યા પેદાં કરતી આ પ્રવૃત્તિ પર નકેલ કસવા આયોજન થઇ રહ્યુ છે. મોટા ભાગની પાલિકાઓ ભાજપની હોવાથી આ મામલાને રાજકીય દ્રષ્ટીકોણથી પણ જોવાઇ રહ્યો છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં નોનવેજની થઇ રહેલ વેચાણ પ્રવૃત્તિ બંધ કરાવવા હિલચાલ શરૂ કરાઇ છે.

આખરી નિર્ણય સદસ્યો સાથે બેઠક બાદ
પાલિકા પ્રમુખ યતીનબેન મોદી અને કારોબારી અધ્યક્ષ સાવનભાઇ દેસાઇએ જણાવ્યું કે હાજીપુરાથી આંબાવાડી અન્ડરપાસ, મહેતાપુરા જવાના નદીના ઢાળની બાજુમાં અને છાપરીયામાં સર્વે કરવા જમાદારોને સૂચના અપાઇ છે. માલિકીની જગ્યા સિવાય અને કોઇપણ જાતની આડશવગર ખુલ્લામાં જાહેર જગ્યા પર આવી પ્રવૃત્તિ ચાલતી હશે તો લારીઓ હટાવાશે. જોકે, આખરી નિર્ણય સદસ્યો સાથેની બેઠક બાદ લેવાનાર હોવાનુ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...