તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:હિંમતનગરમાં લઘુમતિ યુવકે દુષ્કર્મ આચરી યુવતીના ઘરમાંથી 1.10 લાખની ચોરી કરી

હિંમતનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • યુવતીને ફસાવી બ્લેકમેઇલીંગ કરતો હોવાનો આક્ષેપ, પોણા બે માસ અગાઉની ચકચારી ઘટના

હિંમતનગરમાં 30 વર્ષીય યુવતી સાથે લઘુમતી યુવકે પરિચય કેળવી પોણા બે માસ અગાઉ તેના ઘેર પહોંચી યુવતીને એકલી જોઇ દુષ્કર્મ આચરી રૂ. 1.10 લાખની મત્તાની ચોરી કરી લઇ ગયા બાદ યુવતીને સતત બ્લેકમેલીંગ કરતો હોવાના સૂર સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા઼ સભ્ય સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ભોગ બનનાર યુવતીની વીડીયો સાથે ફરિયાદ નોંધી હતી.

જુલાઇ -20 માં હિંમતનગરમાં રહેતી 30 વર્ષીય યુવતીને એક્ટીવા લેવાનુ હોઇ તેના પરિચિતના માધ્યમથી આફતાફ હુસેન ગુલામ હુક્કા (રહે. માયઓન હાઇસ્કૂલ પાછળ પોલોગ્રાઉન્ડ) ના પરિચયમાં આવી હતી અને આ શખ્સ અવાર નવાર તેને મળતો હતો. ગત તા. 17-12-20 ના રોજ આફતાફ હુસેન બપોરે એકલી રહેતી યુવતીના ઘેર પહોંચી ગયો હતો અને દુષ્કર્મ આચરી તિજોરીમાંથી રૂ. 90 હજારના સોનાના દાગીના અને રૂ. 20 હજાર મળી કુલ રૂ. 1.10 લાખ ચોરી કરી લઇ ગયો હતો યુવતી તેની સાથે અચાનક બનેલ દુર્ઘટનાથી ડઘાઇ ગઇ હતી અને સમાજમાં આબરૂ જવાના ડરથી જે તે સમયે કોઇને કહ્યુ ન હતુ.

પરંતુ દુષ્કર્મી દ્વારા સતત બ્લેકમેલીંગ કરાઇ રહ્યુ હોવાથી આખરે હિંમત કરીને એ ડિવિઝન પોલીસ સમક્ષ કેફીયત બયાન કરતા પોલીસે આફતાફ હુસેન ગુલામ હુક્કા સામે આઇપીસી 376(1) અને 380 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન પીઆઇ એચ.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે ભોગ બનનારની વીડીયો રેકોર્ડીંગ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે અને આઇયુસીએડબલ્યુ યુનિટના પીઆઇ દ્વારા ભોગ બનનારનુ મેડીકલ, સાક્ષીઓના નિવેદન વગેરે તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો