તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:હિંમતનગરમાં છૂટાછેડા લીધેલ યુવતીને લગ્ન કરવા પરિણીત યુવકે ધમકી આપી

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધાબા પર જઇ યુવતીનો મોબાઇલ ફેંકી દઇ ફોટા વાયરલ કરવા અને તેને અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી

હિંમતનગરમાં રહેતી છૂટાછેડા લીધેલ યુવતીના પરિચયમાં આવેલ પરિણીત યુવકે સોમવારે તેના ઘેર પહોંચી જઈ ધાબા પર લઈ જઈ લગ્ન કરવા દબાણ કરી યુવતીનો મોબાઈલ ફેંકી દઈ ફોટા વાયરલ કરવા અને યુવતીને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં રહેતી 29 વર્ષીય યુવતીના છૂટાછેડા થયા બાદ બે એક વર્ષ અગાઉ ઇડર તાલુકાના શેરપુર ગામના જૈમિકકુમાર વિક્રમભાઈ પ્રિયદર્શીના પરિચયમાં આવી હતી.

પરંતુ યુવક પરિણીત હોવાથી યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી અને છેલ્લા બે મહિનાથી વાત કરવાનું બંધ કરી દીધું હતું. તા.01-02-21 ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે જૈમિક આવ્યો હતો અને વાત કરતાં જૈમિક યુવતીનો હાથ પકડીને સ્ટાફ ક્વાર્ટર્સના ધાબા પર લઇ ગયો હતો અને લગ્ન કરવા દબાણ કરતાં યુવતીએ ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો

અને યુવતીનો મોબાઈલ નીચે ફેંકી દીધો હતો જેથી યુવતીએ બૂમાબૂમ કરતાં તારા ફોટા મારી પાસે છે વાયરલ કરી દઈશ, તને અને તારા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઘટનાથી ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો