પીએમ સ્વનિધિ યોજના:હિંમતનગરમાં 49 ફેરિયાને રૂ 10 હજારની લોન અપાઇ

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત

પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત હિંમતનગર પાલિકા દ્વારા શહેરી ફેરિયાઓને રૂ.10 હજાર સુધીની લોન સહાય આપવા આયોજીત કરાયેલ કેમ્પમાં 49 ફેરિયાઓને રૂ.10 હજારની લોન સ્થળ પર જ ડિસ્બર્સ કરાઇ હતી. વધુ 61 અરજીઓ મંજૂર કરાઇ હતી.

શહેરી ફેરિયાઓને સ્વરોજગાર થકી આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે કાર્યરત પી.એમ. નિધિ યોજના અંતર્ગત હિંમતનગર પાલિકા દ્વારા તા.12-11-21 ના રોજ છાપરીયા ફાયર સ્ટેશન ખાતે પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, CO નવનીતભાઇ પટેલ, લીડ બેન્ક મેનેજર, પ્રાદેશિક કમિશ્નરની ઉપસ્થિતિમાં કેમ્પનુ આયોજન કરાયુ હતું.

પી.એમ. નિધિમાં ફેરીયાઓને રૂ. 10 હજારની લોન અપાય છે. જેમાં લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ બેન્કના પ્રતિનિધિઓના માધ્યમથી ખાતા ખોલાવી લોન મંજૂર કરાઇ હતી કેમ્પ દરમિયાન 49 લાભાર્થીઓની સ્થળ પર જ લોન ડીસ્બર્સ કરાઇ હતી. 61 લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરી લોન સેન્કશન લેટર અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...