તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:હિંમતનગરમાં BJPનો પૂર્વ કોર્પોરેટર મળતિયાંને રસી અપાવવા ઝઘડાં કરે છે

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ સ્ટાફ સાથે ઝઘડાં કરે છે, રજિસ્ટરના પાનાં ફાડી નાખે છે
  • મેડિકલ ઓફિસરે પણ કાઉન્સિલરથી ત્રસ્ત હોવાનું જણાવ્યું

હિંમતનગરના બગીચા વિસ્તારની વેક્સિન સાઈટ પર ભાજપનો પૂર્વ કાઉન્સિલર નોંધણી રજિસ્ટર પર કબ્જો જમાવી મળતીયાઓને વેક્સિન અપાવતો હોવા અંગે લાભાર્થીએ અર્બન સેન્ટરના તબીબને ફરિયાદ કરતાં તબીબે પણ પૂર્વ કાઉન્સિલર કોઈનું માનતો ન હોવાનો ત્રાસી ગયા હોવાનો એકરાર કરતાં ખળભળાટ મચી ગયો છે.

હિંમતનગરના દિનેશભાઈ સિસોદિયાઅે જણાવ્યું કે શહેરના બગીચા વિસ્તારની વેક્સિન સાઈટ પર રસી લેવા ગયો ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલર નટુભાઈ ઓઝા તેમના મળતીયાના નામ આગળ લાવી રસી અપાવી દે છે પોતે માનદ સેવા આપતો હોવાનો દાવો કરે છે નોંધણી રજીસ્ટરના પાના પણ ફાડી દે છે વહેલા આવેલા લોકોને પાછા જવું પડે છે.

પૂર્વ કાઉન્સીલરની આ પ્રવૃત્તિ અંગે અર્બન સેન્ટરના ડો. મોનિકાબેનને ફરિયાદ કરતાં તેમણે કહ્યું કે અમારા સ્ટાફ સાથે ઝઘડા કરે છે. પાલિકા પ્રમુખ યતીનબેન મોદી અને સાવનભાઈ દેસાઈએ પણ આ અંગે કહેતા કોઈનું માનતા નથી. પૂર્વ કાઉન્સીલરથી વેક્સિન સેન્ટરનો તમામ સ્ટાફ ત્રાસી ગયો હોવાનો તબીબે એકરાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...